AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ ઍરપોર્ટ દ્વારા જાહેર કરાયો સમર પ્લાન, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદની ફ્લાઈટ્સ માટે જાહેર કર્યુ ખાસ શેડ્યુલ

Rajkot: જો તમે વેકેશનમાં બહાર ફરવા જવાનું આયોજન રહ્યા હો તો આ અહેવાલ ખાસ તમારા માટે છે. રાજકોટ ઍરપોર્ટ દ્વારા પ્રવાસીઓ માટે ખાસ સમર પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. જેમા રાજકોટથી મુંબઈ, રાજકોટથી દિલ્હી, બેંગાલુરુ, હૈદરાબાદ, ઈન્દોર અને ઉદયપુર માટે ખાસ ફ્લાઈટ શરૂ કરાઈ છે.

રાજકોટ ઍરપોર્ટ દ્વારા જાહેર કરાયો સમર પ્લાન, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદની ફ્લાઈટ્સ માટે જાહેર કર્યુ ખાસ શેડ્યુલ
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 25, 2023 | 10:09 AM
Share

ઉનાળાના વેકેશનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓ માટે રાજકોટ ઍરપોર્ટ દ્રારા સમર પ્લાન જાહેર કરવામાં આવ્યો છે જેમાં રાજકોટથી મુંબઇ દૈનિક ત્રણ ફલાઇટ, દિલ્લીની દૈનિક બે ફલાઇટ, બેંગલોર, હૈદરાબાદ, ઇન્દોર અને ઉદયપુરની એક એક ફલાઇટ મળશે. તો ગોવા માટે મંગળવાર, ગુરૂવાર અને શનિવાર એમ સપ્તાહમાં ત્રણ દિવસ ફલાઇટ મળશે.

સુરત જતી 9 સીટર ફલાઇટ દરરોજ ઉડાન ભરશે. હાલમાં તમામ ફલાઇટનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. 1 મે થી 28મી ઓક્ટોબર સુધી દૈનિક 9 ફલાઇટ અને એક ફલાઇટ સપ્તાહમાં ત્રણ વખત ઉડાન ભરશે. ફલાઇટની ફ્રિકવન્સી વધતા પ્રવાસીઓને અને વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને લાભ મળશે.

સમર પ્લાન માટે ફ્લાઈટનું શેડ્યુલ

ફલાઇટ આગમન પ્રસ્થાન
ઇન્દોર 8-20 8-40 (ઉદયપુર જશે)
ઉદયપુર 11-35 8-40 (ઉદયપુર જશે)
મુંબઇ 12-15 12-45
ગોવા 12-45 13-15
બેંગલુરુ 14-25 14-55
હૈદરાબાદ 15-20 15-50
દિલ્હી 15-20 17-40
મુંબઇ 17-35 18-10
મુંબઇ 18-40 19-10
દિલ્હી 19-20 20-00

સ્પાઇસ જેટની એકપણ ફલાઇટ ઉડાન નહિ ભરે

રાજકોટ એરપોર્ટ પરથી સ્પાઇસ જેટ દ્રારા સમય શેડ્યુલ માટે કુલ ત્રણ સ્લોટની માંગણી કરી હતી. જો કે ફલાઇટ ઉપલબ્ધ ન હોવાને કારણે આ શેડ્યુલ થઇ શક્યું ન હતું. હાલમાં સ્પાઇસ જેટની રાજકોટ દિલ્લીની એક ફલાઇટ ચાલુ છે. જે મે મહિનાથી બંધ થઇ જશે. રાજકોટ એરપોર્ટ પર સમર શેડ્યુલ પ્રમાણે ઍર ઇન્ડિયાની દિલ્લી મુંબઇ એક એક ફલાઇટ, ઇન્ડિગોની 7 ફલાઇટ અને એક ચાર્ટડ પ્લેન ઉડાન ભરશે.

રાજકોટથી દિલ્હી, હૈદરાબાદ, ઉદયપુર, ગોવા, બેંગલુરુ, ઈન્દોરની ફ્લાઈટ શરૂ કરાઈ

રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે. રાજકોટ એરપોર્ટ નિર્માણ થયું ત્યારબાદ રાજકોટથી મુંબઇની જ ફલાઇટ હતી. જે બાદ રાજકોટ દિલ્લીની ફલાઇટ શરૂ કરવામાં આવી અને હવે રાજકોટથી હૈદરાબાદ, ઉદયપુર, ગોવા, બેંગલુરુ, ઇન્દોરની ફલાઇટ શરૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરતની ફલાઇટ પણ શરૂ કરવામાં આવી છે. રાજકોટ ઍરપોર્ટ પર વધારાના પાર્કિંગ પણ ઉભા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Video: રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ ઍરપોર્ટનું એપ્રિલ મહિનામાં થશે લોકાર્પણ, 97 ટકા કામગીરી પૂર્ણ

g clip-path="url(#clip0_868_265)">