Rajkot: અખીલ ભારતીય OBC મહાસભાનું મળ્યુ અધિવેશન, રાજ્યભરમાંથી OBC આગેવાનો રહ્યા હાજર

Rajkot: રાજકોટમાં આજે અખીલ ભારતીય OBC મહાસભાનું અધિવેશન યોજાયુ હતુ. જેમા રાજ્યભરમાંથી OBCમાં આવતી જ્ઞાતિઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં OBC સમાજની મુખ્ય માગો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Rajkot: અખીલ ભારતીય OBC મહાસભાનું મળ્યુ અધિવેશન, રાજ્યભરમાંથી OBC આગેવાનો રહ્યા હાજર
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Mar 12, 2023 | 5:38 PM

રાજકોટમાં આજે અખિલ ભારતીય OBC મહાસભાનું અધિવેશન યોજાયું હતું. જેમાં રાજ્યભરમાંથી ઓબીસીમાં આવતી જ્ઞાતિઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઓબીસી સમાજની સરકાર પાસે કેટલીક માંગો છે જેને લઇને આ અધિવેશન યોજાયું હતું. જેમાં સમાજના નામે મત લઈને ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો આ માગ પૂરી કરવા માટે આગળ આવે તેવું પણ આહવાન ઓબીસી મહાસભા દ્વારા કરવામાં આવ્યું હતું.

શું છે ઓબીસી સમાજની મુખ્ય માંગો?

  • OBC બક્ષીપંચની વસ્તી ગણતરી ગુજરાત સરકાર કરાવે
  • OBC બક્ષીપંચ સમાજ માટે રાજ્ય સરકાર 10 હજાર કરોડનું વેલફેર બોર્ડ જાહેર કરે
  • OBC વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ હાયર એજ્યુકેશનમાં મળે
  • 54% વસ્તી ધરાવતા OBC સમાજ માટે 10 હજાર કરોડ ફાળવવામાં આવે

આ વિશે મીડિયા સાથે વધુ વાત કરતા અખિલ ભારતીય OBC મહાસભાના કાર્યકારી અધ્યક્ષ પ્રભાતભાઈ કોઠીવાળ એ જણાવ્યું હતું કે EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે સરકાર દ્વારા જે ફંડીંગ ફાળવવામાં આવે છે તેનો કોઈ વિરોધ નથી પરંતુ OBC સમાજ સાથે જે અન્યાય થાય છે તેને લઈને અમારી માગ છે.

54% વસ્તી ધરાવતા OBC સમાજને શિક્ષણ, આરોગ્ય અને રોજગારી માટે જે ફંડિગની જરૂરિયાત છે તે ફાળવવામાં આવતું નથી. જેથી સરકાર દ્વારા OBC સમાજ વેલ્ફેર બોર્ડ માટે 10 હજાર કરોડ ફાળવે. જેથી પછાત રહી ગયેલા લોકો સુધી લાભ પહોંચાડી શકાય.

Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?

‘માગ નહિ સંતોષાય તો ભવિષ્યમાં OBC સમાજ પોતાની તાકાત દેખાડશે’

આ અંગે OBC સમાજના અધિવેશનમાં કાર્યકારી અધ્યક્ષે જણાવ્યું હતું કે તેમનું સંગઠન સંપૂર્ણ બિનરાજકીય છે. તમામ પક્ષના લોકો આ સંગઠન સાથે જોડાયેલા છે. પરંતુ જો તેમની માંગો નહીં સ્વીકારવામાં આવે તો ભવિષ્યમાં તેના પરિણામો ભોગવવા પડશે અને ઓબીસી સમાજ તેની તાકાત બતાવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: Rajkot: ખુશખબર, હવે એઇમ્સમાં થશે ફેફસાં અને હ્રદયને લગતા રોગોનું નિદાન, CPE ટેસ્ટનો પ્રારંભ

રાજ્યભરમાંથી આવ્યા અલગ અલગ જ્ઞાતિઓના આગેવાન

આ અધિવેશનમાં રાજ્યભરમાંથી OBC માં આવતી જ્ઞાતિઓના આગેવાનો હાજર રહ્યા હતા. પ્રજાપતિ, આહીર, ચારણ, ભરવાડ, ખવાસ, બારોટ, ચૌધરી, વાળંદ, મોચી, દરજી, કારડીયા રાજપુત સહિત 146 જ્ઞાતિઓના આગેવાનોએ અધિવેશનમાં હાજરી આપી હતી.

g clip-path="url(#clip0_868_265)">