Rajkot: હાર્દિક પટેલ બાદ પરેશ ધાનાણીએ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું
પરેશ ધાનાણીએ કહ્યું હતું કે સવા સો વર્ષ જુની કોંગ્રેસ પાર્ટી આઝાદીનો પર્યાય છે. ગુજરાત આધુનિક અંગ્રેજોનું ગુલામ બની ગયું છે. અને આ ગુલામીમાંથી ગુજરાતને મુક્ત કરવા માટે નરેશ પટેલ સહિતના સામાજિક અગ્રણી,ધાર્મિક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાશે.
Rajkot: ખોડલધામના પ્રણેતા અને લેઉવા પાટીદાર સમાજના (Leuva Patidar Samaj) અગ્રણી નરેશ પટેલે (NARESH PATEL) સમયોચિત રાજકારણમાં આવવાની વાત કર્યા બાદ રાજકીય પાર્ટીઓ તેને પોતાની તરફ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલને કોંગ્રેસમાં (CONGRESS) આવવાનું આમંત્રણ પાઠવ્યા બાદ વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ (PARESH DHANANI) પણ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું છે. જેને લઇને ફરી રાજકારણ ગરમાયું છે.
આધુનિક અંગ્રેજોનું ગુલામ બનેલા ગુજરાતને મુક્ત કરવા નરેશ પટેલ જોડાશે-પરેશ ધાનાણી
પરેશ ધાનાણીએ કહ્યું હતું કે સવા સો વર્ષ જુની કોંગ્રેસ પાર્ટી આઝાદીનો પર્યાય છે. ગુજરાત આધુનિક અંગ્રેજોનું ગુલામ બની ગયું છે. અને આ ગુલામીમાંથી ગુજરાતને મુક્ત કરવા માટે નરેશ પટેલ સહિતના સામાજિક અગ્રણી,ધાર્મિક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાશે. અને ગુજરાતને આસુરી શક્તિમાંથી મુક્ત કરશે. નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરીને તેને જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું છે.
અગાઉ હાર્દિક પટેલે લખ્યો હતો પત્ર
વિશ્વ મહિલા દિવસે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે (HARDIK PATEL) પણ નરેશ પટેલને સંબોધીને પત્ર લખ્યો હતો. જેમાં તેઓને રાજકારણમાં પ્રવેશ કરવાની વિનંતી કરી હતી. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે નરેશ પટેલ જેવા સર્વ સ્વિકૃત વ્યક્તિએ રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ અને આ સમય ખુબ જ ઉચિત હોવાનો હાર્દિક પટેલે દાવો કર્યો હતો અને કોંગ્રેસમાં જોડાવાની વિનંતી કરી હતી.
નરેશ પટેલે સમયે પત્તા ખોલવાની કરી હતી વાત
હાર્દિક પટેલના પત્ર બાદ નરેશ પટેલે સમય આવીએ રાજકારણમાં પ્રવેશ કરવો કે નહિ તે અંગેની જાહેરાત કરશે તેવું કહ્યું હતું. નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામને હું રાજકીય પ્લેટફોર્મ નહિ બનાવું.હાર્દિક પટેલના પત્ર અંગે કહ્યું હતું કે દરેક રાજકીય પાર્ટીઓ તેને આમંત્રણ આપી રહી છે પરંતુ તેઓ તેનો નિર્ણય સમય આવીએ જણાવશે તેવો દાવો કર્યો હતો.
આ પણ વાંચો : Photos : રોડ શોમાં જોવા મળ્યા દેશભક્તિના રંગ, પાટીદાર સમાજ અને ઉંઝા ઉમિયાધામ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત