રાજનીતિમાં પ્રવેશ મામલે નરેશ પટેલ છે ‘કન્ફ્યુઝ’, 3 મહિનાથી આપી રહ્યા છે ‘તારીખ પર તારીખ’

આમ તો નરેશ પટેલનું (Naresh Patel)રાજકીય ગૌત્ર કોંગ્રેસ છે. અને ભૂતકાળમાં કોંગ્રેસ પ્રત્યે કુણુ વલણ પણ અપનાવી ચૂક્યા છે. જોકે લોકમુખે એવી પણ ચર્ચા છે કે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે નરેશ પટેલ સક્રિય થાય છે.

રાજનીતિમાં પ્રવેશ મામલે નરેશ પટેલ છે ‘કન્ફ્યુઝ’, 3 મહિનાથી આપી રહ્યા છે ‘તારીખ પર તારીખ’
Naresh Patel is 'confused' about entering politics
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Apr 27, 2022 | 4:49 PM

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, નરેશ પટેલ (Naresh Patel) રાજનીતિમાં આવશે, નરેશ પટેલ AAPમાં જોડાશે, (Congress) કોંગ્રેસમાં જોડાશે, ભાજપમાં (bjp) જોડાશે. છેલ્લા 3 મહિનામાં આવા અનેક સમાચારો આપે જોયા સાંભળ્યા હશે. પાછલા 3 મહિનાથી એક જ સવાલ ચર્ચાઇ રહ્યો છે કે નરેશ પટેલ રાજનીતિમાં ક્યારે આવશે અને કયા પક્ષમાં જોડાશે. પરંતુ નરેશ પટેલ છે કે વાતને લંબાવીને ફોડ પાડવાનું ટાળી રહ્યા છે. ત્યારે અહીં એ સવાલ સર્જાય છે કે શું નરેશ પટેલ ખુદ ‘કન્ફ્યુઝ’ છે કે પછી જાણી જોઇને કન્ફ્યુઝન ઉભુ કરી રહ્યા છે.

તમે સાંભળ્યું કે નરેશ પટેલ કન્ફ્યુઝ હોવાની વાત કરે છે. પરંતુ સૌ-પ્રથમ જ્યારે નરેશ પટેલે રાજનીતિમાં જોડાવા અંગે ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે માહોલ કંકઇ અલગ હતો. ભાજપે નરેશ પટેલને પોતાના કહ્યા હતા, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ લાલ જાજમ પાથરી હતી. ઘણીવાર એવી પણ વાતો સામે આવી કે પ્રશાંત કિશોર, નરેશ પટેલને કોંગ્રેસમાં લાવીને ગુજરાતમાં CM પદનો ચહેરો બનાવવા માગે છે. તો અમિત શાહ સાથે પણ નરેશ પટેલની મુલાકાતની વાતો વહેતી થઇ.પણ સત્ય સામે આવ્યું જ નહીં.

આમ તો નરેશ પટેલનું રાજકીય ગૌત્ર કોંગ્રેસ છે. અને ભૂતકાળમાં કોંગ્રેસ પ્રત્યે કુણુ વલણ પણ અપનાવી ચૂક્યા છે. જોકે લોકમુખે એવી પણ ચર્ચા છે કે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે નરેશ પટેલ સક્રિય થાય છે. અને ચૂંટણી પછી પાટલે બેસી જાય છે. શું આ વખતે પણ નરેશ પટેલની MO કંકઇ આવી જ છે ? ક્યારેક સમાજના નામે, તો ક્યારેક સર્વેના નામે, નરેશ પટેલ મગનું નામ મરી પાડવાનું ટાળી રહ્યા છે. અને સતત પોતાના નિર્ણયને પાછો ઠેલી રહ્યા છે. પહેલા એપ્રિલના મધ્ય ભાગમાં તો પછી 15 મે સુધીમાં. અને હવે તો નરેશ પટેલે ચાલુ મહિનાના અંતની ડેડલાઇન આપી દીધી છે.

છેલ્લા 3 મહિનાનો ઘટનાક્રમ સવાલો સર્જનારો છે. અહીં સવાલ એ સર્જાય છે કે, શું નરેશ પટેલ દૂધ અને દહીંમાં પગ રાખવામાં માગે છે ? શું નરેશ પટેલ રાજકીય મહત્વ ઉભુ કરી રહ્યા છે ? નરેશ પટેલને કોણ ‘કનફ્યુઝ’ કરી રહ્યું છે ? શું છે નરેશ પટેલના ‘કનફ્યુઝન’નું કારણ ? કેમ ‘તારીખ પર તારીખ’ આપી રહ્યા છે નરેશ પટેલ ? શું નરેશ પટેલને ખરેખર સમાજ ઇન્કાર કરી રહ્યો છે ? કે પછી કોઇ અદ્રશ્ય શક્તિ નરેશ પટેલના નિર્ણયમાં અવરોધક બની રહી છે ? શું નરેશ પટેલ સત્તાધારી પક્ષ સાથે રહેશે કે વિપક્ષનો સાથ આપશે ? પરંતુ લાગી રહ્યું છે કે પટેલ શાસક કે વિપક્ષનો વિકલ્પ પસંદ કરવામાં મુઝવાઇ રહ્યા છે. કારણ કે સત્તા વિરૂદ્ધ જનારાઓની સ્થિતિથી નરેશ પટેલ વાકેફ છે.

આ પણ વાંચો :Khodaldham ના ગુજરાતના કન્વીનરોની બેઠકમાં નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે શું થઈ ચર્ચા ? વાંચો ખાસ અહેવાલ

આ પણ વાંચો :સમાજના વડીલો ઇચ્છે છે કે હું રાજકારણમાં ન જાઉં જ્યારે યુવાનો અને મહિલાઓ ઇચ્છે છે કે હું રાજકારણમાં જોડાઉઃ નરેશ પટેલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati