AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોરાજીના 90 વર્ષના વૃદ્ધાએ 43 વિઘા જમીન ખોડલધામને અર્પણ કરી, સ્ટ્રેચર પર સબ-રજીસ્ટ્રાર કચેરી પહોંચ્યા

Rajkot: 90 વર્ષિય વૃદ્ધા નંદુબેન ડાહ્યાભાઈ પાઘડારે પોતાની 43.5 વિઘા જમીનને ખોડલધામને અર્પણ કરી દેવાની ઈચ્છા દર્શાવી હતી. આ માટે તેઓએ સ્ટ્રેચરની મદદ વડે જમીન માટેનુ વસિયતનામુ લખવા માટે સબ-રજીસ્ટ્રાર કચેરી પહોંચ્યા હતા.

ધોરાજીના 90 વર્ષના વૃદ્ધાએ 43 વિઘા જમીન ખોડલધામને અર્પણ કરી, સ્ટ્રેચર પર સબ-રજીસ્ટ્રાર કચેરી પહોંચ્યા
90 વિઘા જમીન ખોડલધામને અર્પણ કરી
Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 06, 2023 | 4:55 PM
Share

સૌરાષ્ટ્રએ સંત અને સુરાઓની ભુમિ છે.અહીં દાન આપવાનું ખૂબ જ મોટું મહત્વ રહેલું છે.ત્યારે આવું જ એક વિશેષ દાન રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પરબડી ગામમાં રહેતા 90 વર્ષીય નંદુબેન ડાયાભાઇ પાઘડારેએ આપ્યું છે.નંદુબેને પોતાની પાસે રહેલી 43.5 વિધા જમીન ખોડલધામ ટ્રસ્ટને અર્પણ કરી છે.નંદુબેને પોતાની આ જમીન ધોરાજી સબ રજીસ્ટ્રાર ઓફિસ પહોંચીને વસિયતનામું લખી આપ્યું હતું. જેમાં તેની તમામ જમીન ખોડલધામ ટ્રસ્ટને અર્પણ કરી છે.  જમીનનુ આવડુ મોટુ દાન જીવનના અંતિમ પડાવે કરીને વૃદ્ધાએ પોતાની દાન ભાવના પ્રગટ કરીને અન્ય માટે ઉદાહરણ બન્યા હતા. નંદુબેનની ભાવનાની લોકોએ ખૂબ સરાહના કરી હતી.

નંદુબાની તબિયત નાદુરસ્ત છે.તેઓ ચાલી શકતા ન હતા જેથી તેઓ સબ રજીસ્ટ્રાર ઓફિસ સ્ટ્રેચર લઇને પહોંચ્યા હતા.સબ રજીસ્ટ્રાર કચેરીએ સ્ટ્રેચર પર પહોંચવાને લઈ તેમને જોનારા સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.નંદુબેને પોતાની માલિકીની રહેલી 43.5 વિઘા જમીન સબ રજીસ્ટ્રાર ઓફિસે વસિયતનામાથી લખી આપી હતી.આ સમયે ખોડલધામ ધોરાજીના કમિટી સભ્યો પણ હાજર રહ્યા હતા.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આભાર માન્યો

90 વર્ષીય નંદુબેનના આ વિચારને લેઉવા પાટીદાર સમાજના દરેક લોકોએ સહર્ષ આવકાર્યો છે,ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે નંદુબેનનો આભાર માન્યો હતો અને તેને શુભેચ્છા સાથે વંદન પણ કર્યા હતા.આ ઉપરાંત ખોડલધામની ઘોરાજીના કમિટી સભ્યોએ સબ રજીસ્ટ્રાર ઓફિસે માતાજીની પ્રતિમા આપીને સન્માન કર્યું હતું. નરેશ પટેલની સાથે સાથે ઘોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નંદુબેનની આ દાનવીરતાને બિરદાવી હતી અને તેઓને કોટિ કોટિ વંદન કર્યા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad to Mumbai Train: અમદાવાદ-મુંબઈ રેલવે સુપર ફાસ્ટ ગતિએ દોડશે, દિવાળીથી આટલી ઝડપે ચાલશે ટ્રેન

ખોડલધામ છે લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર

રાજકોટ જુનાગઢ હાઇવે પર કાગવડ નજીક આવેલું ખોડલઘામ લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે.ભક્તિ થકી એકતાની શક્તિ થકી લેઉવા પાટીદાર સમાજને જોડવાનો એક પ્રયાસ છે અને અહીં ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે.તાજેતરમાં જામનગર રોડ પર અમરેલી ગામ નજીક શિક્ષણ અને આરોગ્યનું ધામ તૈયાર થઇ રહ્યું છે ત્યારે દેશ વિદેશથી જ્ઞાનની સરવાણી ફુટી રહી છે તેવા સમયે નંદુબેને આપેલું દાન ખોડલધામ ટ્રસ્ટ માટે ખુબ જ મહત્વનું સાબિત થશે.

આ પણ વાંચોઃ Himmatnagar ના કેનાલ ફ્રન્ટને વધુ સુંદર બનાવાશે, પ્રફુલ પટેલે નિરીક્ષણ કરી ડ્રિમ પ્રોજેક્ટના વિકાસ માટે આપ્યુ માર્ગદર્શન

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નશામાં વપરાતા વિવિધ પેપરના વેચાણ મામલે તંત્ર એક્શનમાં - જુઓ Video
નશામાં વપરાતા વિવિધ પેપરના વેચાણ મામલે તંત્ર એક્શનમાં - જુઓ Video
સાઇબર ફ્રોડમાં સંડોવાયેલા 13 ની ધરપકડ
સાઇબર ફ્રોડમાં સંડોવાયેલા 13 ની ધરપકડ
સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
g clip-path="url(#clip0_868_265)">