રાજકોટમાં અશાંતધારાના અમલ અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ, કેટલાક વિસ્તારમાં અન્ય કોમના લોકોને મકાન ભાડે દેવાયાનું તપાસમાં ખૂલ્યુ – Video

|

Dec 23, 2024 | 7:51 PM

રાજ્ય સરકાર દ્રારા બે કોમ વચ્ચે પરસ્પર વય મનસ્ય ન ફેલાય તે માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ રાજકોટમાં અશાંતધારાને લઇને તંત્ર સવાલોના ઘેરામાં છે જે વિસ્તારોમાં અશાંતધારો લાગુ છે ત્યાં તેની અમલવારી ન થતી હોવાનો આક્ષેપ થયો છે ત્યારે શું છે અશાંતધારો અને શા માટે અશાંતધારાને લઇને લોકોમાં નારાજગી છે

રાજ્યમાં કોમી એકતા જળવાઇ રહે અને એક કોમને કારણે બીજી કોમને હિજરત કરવાની જરૂરિયાત ન પડે તે માટે રાજ્ય સરકારે અશાંતધારો લાગુ કર્યો છે પરંતુ રાજકોટમાં અશાંતધારાને લઇને સવાલો ઉભા થયાં છે. અશાંતધારાની અમલવારી અને તેને લાગુ કરવાને લઇને હવે ભાજપના જ ધારાસભ્યોએ મોરચો સંભાળ્યો છે. રાજકોટ પશ્વિમના ધારાસભ્ય દર્શિતા શાહ અને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને અશાંતધારાને લઇને તંત્રની કામગીરી સવાલો ઉભા કર્યા છે. ધારાસભ્ય દર્શિતા શાહે રજૂઆત કરી અને કહ્યું કે રાજકોટ પશ્વિમના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં અશાંતધારો લાગુ હોવા છતાં તેની અમલવારી થતી નથી. ધારાસભ્યની રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં નિયમોનું પાલન ન કરનાર ત્રણ આસામીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ તરફ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ અશાંતધારાને લઇને રજૂઆત કરી છે. રમેશ ટીલાળાએ દાવો કર્યો હતો કે દક્ષિણના સોની બજાર, પ્રહલાદ પ્લોટ, લક્ષ્મીનગર સહિતના એવા કેટલાય વિસ્તારો છે જ્યાં અશાંતધારો લાગો કરવાની માંગ કરી હોવા છતા તે લાગુ કરવામાં આવ્યો નથી.જો કે અશાંતધારાને લઇને નારાજગી શા માટે તે સવાલ ઉઠી રહ્યો છે. શા માટે અને કઇ રીતે અશાંતધારામાં આંટીઘુંટી જોવા મળે છે ?

અશાંતધારોનો અર્થ એ છે કે કોઇ એક વિસ્તારમાં કોઇ એક કોમ વસવાટ કરતી હોય ત્યાં અન્ય કોમના લોકોની બહુમતી ન થાય અને તેના કારણે ભવિષ્યમાં વય માનસ્ય પેદા ન થાય તે માટે મંજૂરી ન આપવી અને આસપાસના રહિશોની સંમતિ હોય તો જ જિલ્લા કલેક્ટર કક્ષાના અધિકારીની મંજૂરીથી પૂર્વ મંજૂરી લઇને દસ્તાવેજ કરવા પરંતુ રાજકોટમાં કેટલાક કિસ્સાઓમાં કાયદાની આંટીઘુટી જોવા મળી છે. કેટલાક કિસ્સાઓમાં એક જ કોમના બે લોકો પૂર્વ મંજૂરી લઇને દસ્તાવેજો કરાવી લે છે પરંતુ ત્યારબાદ અન્ય કોમના વ્યક્તિને ભાડે મકાન આપી દે છે જેના કારણે અશાંતધારાની જોગવાઇ જળવાતી નથી.

Business Women : દહીં વેચતી કંપનીમાંથી દીપિકા પાદુકોણ આ રીતે કમાય છે પૈસા, જાણો
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર કોને બ્લોક કર્યો?
પૂરી થઈ રાહ, 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજાર કરશે આ કામ
કુવૈતમાં મજૂરોને કેટલું દૈનિક વેતન મળે છે? જાણી લો
Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
Canada Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?

આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં પોલીસ વિભાગ અને પ્રાંત અધિકારી કચેરીની મિલીભગતને કારણે બે અલગ અલગ કોમના લોકોને પણ દસ્તાવેજ કરી આપી દેવામાં આપે છે ત્યારે આવા કિસ્સાઓમાં નિયમોનું પાલન થાય તે જરૂરી છે.રાજકોટ શહેરમાં પશ્વિમ અને દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં અશાંતધારો લાગુ છે અને લાગુ કરવાની માંગ કરી છે જો કે તંત્રની કેટલીક નિષ્કાળજીને કારણે અશાંતધારાનું અમલીકરણ થઇ શકતું નથી…જેના કારણે લોકોમાં નારાજગી છે અને હવે નેતાઓ પણ મેદાને આવ્યા છે. ત્યારે તંત્ર ક્યારે જાગે છે અને અશાંતધારાના જે ઉદ્દેશથી આ કાયદો અમલમાં આવ્યો છે તેની યોગ્ય અમલવારી થાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article