Rajkot: સિંગતેલના ભાવમાં ફરી વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2800ની નજીક પહોંચ્યો

ખાદ્ય તેલના (Edible oil) ભાવમાં ફરી વધારો થતા લોકો ચિંતામાં મુકાયા છે. રાજકોટમાં સિંગતેલના (groundnut oil) ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નજીક પહોંચવા આવ્યો છે.

Rajkot: સિંગતેલના ભાવમાં ફરી વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2800ની નજીક  પહોંચ્યો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 11:23 AM

ભારતમાં ખાદ્યતેલના ભાવમાં હોળી પછી છેલ્લા કેટલાક દિવસોમાં થોડી નરમાઈ જોવા મળી હતી, પરંતુ છેલ્લા પાંચ દિવસથી ફરી એકવાર તેના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો જઇ રહયો છે. જેથી મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. એક તરફ લગ્નનની સિઝન શરુ થઇ છે. ત્યારે આ સાથે ખાદ્ય તેલના (Edible oil) ભાવમાં ફરી વધારો થતા લોકો ચિંતામાં મુકાયા છે. રાજકોટમાં સિંગતેલના (groundnut oil) ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નજીક પહોંચવા આવ્યો છે.

મોંઘવારીની ચક્કી સામાન્ય માણસોનું તેલ કાઢી રહી છે. જીવન જરૂરી ખાવા-પીવાની ચીજવસ્તુઓમાં થતો બેફામ ભાવ વધારો જીવન કપરૂ બનાવી રહ્યો છે. રાજકોટમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નજીક પહોંચવા આવ્યો છે. સિંગતેલનો ભાવ 2775ની નવી ઉંચાઈ પર પહોંચ્યો છે. રાજકોટ માર્કેટયાર્ડમાં એક તરફ 10.50 લાખ ગુણી મગફળીની મોટી આવક થઈ રહી છે. આમ છતાં તેલના ભાવમાં થતો સતત વધારો ચિંતાની બાબત છે. સિંગતેલમાં કૃત્રિમ તેજી સર્જીને કેટલાક લેભાગુ તત્વો સામાન્ય પ્રજાને લૂંટી રહ્યાં છે. રાજ્ય સરકારે આવા લોકો સામે કડક પગલા લેવાની જરૂર છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

બીજી તરફ અન્ય ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. કપાસિયા તેલ, પામોલીન તેલ અને વેજીટેબલ ઘીમાં પણ 20થી 30 રૂપિયા વધ્યા છે. ત્યારે હવે સામાન્ય વર્ગ માટે ઘર ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે. બે વર્ષથી મગફળીનું વધુ ઉત્પાદન થવા છતા ભાવમાં વધારો યથાવત્ છે. લગ્નની સિઝન આવતા પહેલા આ ભાવ વધારો થયો છે. જેના કારણે સામાન્ય વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો થઇ રહ્યો હોવાનું મનાય છે. બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો તકનો લાભ લઇ રહ્યા છે. બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઇ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનું જણાવે છે.

બીજી તરફ ઇન્ડોનેસિયાની અસર ભારતમાં વર્તાતી હોવાનું મનાય છે. ઇન્ડોનેશિયામાં પામ ઓઇલની(Palm Oil)કટોકટીને કારણે ભારતમાં ખાદ્યતેલના ભાવ વધ્યા છે. વિશ્વમાં પામ તેલના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંના એક એવા ઈન્ડોનેશિયામાં પામ ઓઈલની અછત સાથે તે ખૂબ જ અલગ પ્રકારનું સંકટ છે.

આ પણ વાંચો-Jamnagar: ગુજરાતમાં તૈયાર થશે WHOનુ GCTM, આ કેન્દ્રનુ શા માટે છે વિશેષ મહત્વ અને શુ થશે ફાયદા? જાણીએ

આ પણ વાંચો-Surat : સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના 3700 શિક્ષકો માર્ચના પગારની રાહમાં, એપ્રિલ માસ અડધો વીતી ગયો છતાં પગાર નહીં થતા શિક્ષકોના બજેટ ખોરવાયા

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">