AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોલીસ તોડકાંડઃ આજે ડીજીપી આશિષ ભાટિયા સરકારને સોંપશે રિપોર્ટ, ગમે તે ઘડીએ થઇ શકે છે કાર્યવાહી !

તપાસનીશ અધિકારી વિકાસ સહાયે જણાવ્યું હતું કે આ રિપોર્ટ 200 પેજનો છે, જેમાં 10થી વધુ લોકોના નિવેદન તથા સખિયા બંધુઓએ રજૂ કરેલા પૂરાવા, સ્થળ તપાસ સહિતની તમામ બાબતોને આવરી લેવામાં આવી છે

પોલીસ તોડકાંડઃ આજે ડીજીપી આશિષ ભાટિયા સરકારને સોંપશે રિપોર્ટ, ગમે તે ઘડીએ થઇ શકે છે કાર્યવાહી !
પોલીસ તોડકાંડઃ આજે ડીજીપી આશિષ ભાટિયા સરકારને સોંપશે રિપોર્ટ, ગમે તે ઘડીએ થઇ શકે છે કાર્યવાહી !
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 23, 2022 | 6:14 PM
Share

રાજકોટ પોલીસ કમિશનર (Police Commissioner) મનોજ અગ્રવાલ સામે કથિત તોડ કાંડની તપાસ હવે પૂર્ણ થઇ છે. તપાસનીશ અધિકારી વિકાસ સહાયે તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા (DGP Ashish Bhatia) ને સોંપી દીધો છે. સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે આશિષ ભાટીયા આજે રાજ્ય સરકાર (State government) ને અને ગૃહ વિભાગને આ રિપોર્ટ સોંપે તેવી શક્યતા છે.

જો રિપોર્ટમાં કોઇ કસૂરવાર હશે તો તેની સામે ગમે તે ઘડીએ કાર્યવાહી થઇ શકે છે. આ કેસમાં રાજ્ય સરકાર અને ખાસ કરીને ગૃહમંત્રી ધ્યાન આપી રહ્યા હોવાથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

વિકાસ સહાયે 200 પેજનો રિપોર્ટ સોંપ્યો

TV9 સાથેની વાતચીતમાં તપાસનીશ અધિકારી વિકાસ સહાયે કહ્યું હતું કે પોલીસ કમિશનર સામેની તપાસનો રિપોર્ટ મંગળવારે રાત્રીના સમયે ડીજીપી આશિષ ભાટીયાને સોંપી દેવામાં આવ્યો છે.આ રિપોર્ટ 200 પેજનો છે જેમાં 10 થી વધુ લોકોના નિવેદન તથા સખિયા બંધુઓએ રજૂ કરેલા પૂરાવા,સ્થળ તપાસ સહિતની તમામ બાબતોને આવરી લેવામાં આવી છે.

રિપોર્ટ રજૂ થતાની સાથે જ સીપી ગાંધીનગર જવા રવાના

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિકાસ સહાયે રિપોર્ટ રજૂ કરતાની સાથે જ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ગાંધીનગર જવા રવાના થયાં છે અને આજે પણ તેઓ ગાંધીનગર ખાતે જ છે.તેઓના ગાંધીનગર જવાના પાછળ કોઇ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી પરંતુ કમિશન કાંડની તપાસ અંગે તેઓ ગાંધીનગર હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

સખિયા બંધુઓએ પોલીસ ફરિયાદ અને એસીબી તપાસની કરી છે માંગ

આ કેસમાં ફરિયાદી કિસન સખિયા અને જગજીવન સખિયાએ જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરીને તેની સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી છે.સાથે સાથે આ તમામ અધિકારીઓ સામે એસીબીમાં આવક કરતા વધારે સંપતિની તપાસ કરવાની પણ માંગ કરી છે.જગજીવન સખિયાને ગૃહ વિભાગે તેઓની ધારણાં પ્રમાણે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.

આ પણ વાંચોઃ Girsomnath: ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના વેરાવળમાં બની, યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ

આ પણ વાંચોઃ Amreli: ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

g clip-path="url(#clip0_868_265)">