AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot News: રાજકોટમાં PGVCLની વીજચોરો સામે મેગાડ્રાઇવ, 35 લાખની વીજચોરી ઝડપાઇ

રાજકોટ પીજીવીસીએલની ટીમ દ્રારા શહેરના માધાપર અને રૈયા રોડના વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં કુલ 35 લાખ રૂપિયાની વીજચોરી ઝડપી પાડી હતી.

Rajkot News: રાજકોટમાં PGVCLની વીજચોરો સામે મેગાડ્રાઇવ, 35 લાખની વીજચોરી ઝડપાઇ
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 07, 2023 | 11:57 PM
Share

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વીજચોરી ન થાય તે માટે પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ દ્રારા સમયાંતરે ડ્રાઇવ યોજવામાં આવતી હોય છે.  જેના ભાગરૂપે આજે રાજકોટ પીજીવીસીએલની ટીમ દ્રારા શહેરના માધાપર અને રૈયા રોડના વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પીજીવીસીએલની ટીમ દ્રારા 961 કનેક્શનમાં ચેકિંગ હાથ ધરીને કુલ 35 લાખ રૂપિયાની વીજચોરી ઝડપી પાડી હતી.

45 ટીમો દ્રારા સવારથી ચેકિંગ હાથ ધરાયું હતું.

પીજીવીસીએલ દ્રારા આજે સવારથી રૈયા અને માધાપર સબ સ્ટેશન વિસ્તારમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.માધાપર અને રૈયાના પોપટપરા,રૈયા ગામ, ખોડિયારપરા,બંસીધર પાર્કમાં ચેકિંગ હાથ ધરાયું હતું,આ ઉપરાંત ઇન્દિરાનગર,મારવાડી સોસાયટી અને રૈયાધારમાં પણ પીજીવીસીએલની ટીમ ત્રાટકી હતી.

પીજીવીસીએલની વિવિધ 45 જેટલી ટીમો દ્રારા કુલ 961 જેટલા કનેકશન તપાસ કરવામાં આવ્યા હતા. પીજીવીસીએલના અધિકારીઓની સાથે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઆરપીના 15 જવાનો,લોકલ પોલીસના 15 જવાનો,એક્સ આર્મીમેન 18 અને 4 વિડીયોગ્રાફર સાથે રાખવામાં આવ્યા હતા.

35 લાખની વીજચોરી પકડાઇ

પીજીવીસીએલ દ્રારા વહેલી સવારથી શરૂ કરાયેલી કાર્યવાહી સાંજ સુધી ચાલી હતી જેમાં અલગ અલગ વિસ્તારોમાં કુલ 961 જેટલા કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 116 જેટલા કનેક્શનમાં ગેરરિતી પકડાઇ હતી.પીજીવીસીએલની ટીમ દ્રારા આ તમામ વીજચોર પાસેથી 35.26 લાખ રૂપિયાની વીજચોરી પકડાઇ હતી જે અંગે પીજીવીસીએલ દ્રારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અગાઉ પણ રાજકોટ સહિત ત્રણ જિલ્લાઓમાં PGVCLની 100 ટીમના દરોડા પડ્યા હતા. રાજકોટ, બોટાદ અને ભુજમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું અને ત્રણ દિવસમાં રૂપિયા 1.11 કરોડની વીજચોરી ઝડપાઇ હતી. રાજકોટ શહેરમાં 47 ટીમ વીજ ચેકિંગ માટે ઉતરી હતી અને વાવડી અર્બન, ખોખળદળ અને મવડી સબ ડિવિઝન સહિતના વિસ્તારમાં વીજચોરી ઝડપી હતી. વીજ ચેકિંગમાં સ્થાનિક પોલીસ, SRP જવાન અને 4 વીડિયોગ્રાફરને સાથે રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : આને કહેવાય સાચી મિત્રતા ! અકસ્માતમાં મિત્રનું મોત થયું, તો બનાવી મૂર્તિ, હવે રોજ કરે છે પૂજા

બોટાદમાં 26 અને ભુજમાં 27 PGVCLની ટીમે પાડ્યા હતા દરોડા

બોટાદમાં 26 અને ભુજમાં 27 PGVCLની ટીમે દરોડા પાડ્યા હતા અને 126 કનેક્શનમાંથી રૂપિયા 29 લાખની વીજચોરી ઝડપી હતી. મહત્વનું છે કે, PGVCLની લોક અદાલતમાં રૂપિયા 6.18 કરોડ વસૂલાયા હતા. લીટીગેશનના કુલ 1 હજાર 604 કેસમાં રૂ.3.75 કરોડ વસુલાયા તો પ્રિ-લીટીગેશનના કુલ 11 હજાર 574 કેસમાં રૂ.6.18 કરોડની વસુલાત કરવામાં આવી હતી.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">