કોરોનાના XBB.1.5 વેરિઅન્ટને લઈ નિષ્ણાતોએ આપી ચેતવણી, જાણો વૃદ્ધો અને બાળકો માટે શું સલાહ આપી

કેટલાક અભ્યાસો દર્શાવે છે કે XBB.1.5 વેરિયન્ટ અન્ય ઓમિક્રોન સબ વેરિયન્ટ્સ કરતાં વધુ ચેપી છે. હવે નિષ્ણાતોએ લોકોને આ સબ વેરિઅન્ટથી સાવચેત રહેવાની સલાહ આપી છે. નિષ્ણાતો કહે છે કે આ વેરિઅન્ટ હવે ભારતમાં પ્રવેશી ચૂક્યું છે.

કોરોનાના XBB.1.5 વેરિઅન્ટને લઈ નિષ્ણાતોએ આપી ચેતવણી, જાણો વૃદ્ધો અને બાળકો માટે શું સલાહ આપી
Corona Virus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 12:58 PM

ચીનમાં ઝડપથી વિકસતા જીવલેણ કોરોના વાયરસના સબ વેરિયન્ટ XBB.1.5 થી બચીને રહેવું. શુક્રવારના રોજ ભારતમાં આ સબ વેરિયન્ટ સંબંધિત પહેલો કેસ સામે આવ્યો હતો. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે XBB.1.5 વેરિયન્ટ અન્ય ઓમિક્રોન સબ વેરિયન્ટ્સ કરતાં વધુ ચેપી છે. હવે નિષ્ણાતોએ લોકોને આ સબ વેરિઅન્ટથી સાવચેત રહેવાની સલાહ આપી છે. નિષ્ણાતો કહે છે કે આ વેરિઅન્ટ હવે ભારતમાં પ્રવેશી ચૂક્યું છે. આ સ્થિતિમાં લોકો ત્યારે જ બહાર નીકળે જ્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય.

નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ડો. એમ. વલીએ કહ્યું છે કે ખતરાની વચ્ચે આ વેરિઅન્ટને લઈને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે દેશના લગભગ 90 ટકા લોકોએ રસી મેળવી લીધી છે. જોકે, ડો. વલીએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપતાં સાવચેત રહેવા જણાવ્યું છે. આ સાથે તેમણે ઘરમાં વડીલો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવાનું પણ સૂચન કર્યું છે.

પોઝિટિવ હોવા છતાં આ મુસાફરોની તબિયત સારી: ડો. એમ. વલી

ડો. એમ. વલીએ કહ્યું કે લોકોએ કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ અને હંમેશા માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે ઓસ્ટ્રેલિયા અને ચીનથી ગુજરાતમાં પહોંચેલા કોવિડ પોઝિટિવ સાથેના વિદેશી પ્રવાસીઓ વિશે જણાવ્યું હતું કે, પોઝિટિવ હોવા છતાં આ મુસાફરોની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. XBB.1.5 વેરિઅન્ટથી રાજકોટમાં એક મહિલા અને તેના પતિને ચેપ લાગ્યો હતો. બંને તેમના બે વર્ષના બાળક સાથે વિદેશથી મુસાફરી કરી રહ્યા હતા.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

XBB.1.5 વેરિઅન્ટ મગજ પર હુમલો કરી શકે છે

સંશોધકો માને છે કે ચીનમાં ઝડપથી વિકસતા કોરોના વાયરસ સબ વેરિઅન્ટ મગજ પર હુમલો કરી શકે છે. વૈજ્ઞાનિક જેપી વેઈલેન્ડે કહ્યું છે કે XBB.1.5 Omicron ના BA.1 થી કોઈપણ પ્રકાર કરતાં ઝડપી છે અને વધુ સાતત્ય ધરાવે છે. ઓક્ટોબરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ જણાવ્યું હતું કે, XBB સબવેરિયન્ટનો વૈશ્વિક વ્યાપ 1.3% છે અને તે 35 દેશોમાં જોવા મળ્યો છે.

દુનિયાના ઘણા દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે ભારત પણ રેડ એલર્ટ પર છે. સરકારે સાવચેતીભરી સલાહ શરૂ કરી છે. લોકોને કોવિડ માટે તેમનો બૂસ્ટર ડોઝ લેવા વિનંતી કરવામાં આવી રહી છે, જેથી તમારી રોગપ્રતિકારક શક્તિ વાયરસ સામે લડવા માટે તૈયાર થઈ શકે. તેથી જો તમે અત્યાર સુધી બૂસ્ટર ડોઝ ન લીધો હોય, તો તે લેવાની સલાહ આપવામાં આવે છે કારણ કે માત્ર ચીન જ નહીં પણ જાપાન, સ્પેન, આર્જેન્ટિના અને અન્ય ઘણા દેશોમાં પણ કોવિડના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">