Rajkot: વર્ષ 2022-23 દરમ્યાન ગુજરાતમાં સૌથી વધુ પ્રસુતિ કરાવતી રાજકોટની જિલ્લા પદ્મકુંવરબા હોસ્પિટલ, કુલ 4662 પ્રસુતિ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે

બાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગતની પૂર્વ પ્રસુતિ સેવા, સીઝેરીયન, કુટુંબ નિયોજનના ઓપરેશન, નવજાત શિશુની સારવાર જેવી સેવાઓ પણ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ગુણવત્તાસભર રીતે પૂરી પાડવામાં આવી રહી છે. અહી મહિને સરેરાશ 389 પ્રસૂતિ થાય છે.

Rajkot: વર્ષ 2022-23 દરમ્યાન ગુજરાતમાં સૌથી વધુ પ્રસુતિ કરાવતી રાજકોટની જિલ્લા પદ્મકુંવરબા હોસ્પિટલ, કુલ 4662 પ્રસુતિ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: May 20, 2023 | 9:21 PM

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તબીબી સેવા અંતર્ગત ચાલતી જીલ્લા હોસ્પિટલો ખાતે વર્ષ 2022-23 માં થયેલી પ્રસુતિ અંગેનો રીપોર્ટ અનુસાર સમગ્ર રાજ્યની જીલ્લા હોસ્પિટલોમાં સૌથી વધુ સફળ અને ગુણવત્તાસભર પ્રસુતિ કરાવનાર હોસ્પિટલ તરીકે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલે ગૌરવપૂર્ણ પ્રથમ સ્થાન મેળવ્યું છે.

પદ્મકુંવરબા હોસ્પિટલમાં મહિને સરેરાશ 389 પ્રસૂતિ થાય છે

એક રીપોર્ટ અનુસાર વર્ષ 2022-23 દરમ્યાન પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે કુલ 4662 સફળ પ્રસુતિઓ થયેલ છે, જે મુજબ સરેરાશ માસિક 389 પ્રસુતિ કરવામાં આવે છે. ઉપરાંત, માતૃત્વ અને બાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગતની પૂર્વ પ્રસુતિ સેવા, સીઝેરીયન, કુટુંબ નિયોજનના ઓપરેશન, નવજાત શિશુની સારવાર જેવી સેવાઓ પણ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ગુણવત્તાસભર રીતે પૂરી પાડવામાં આવી રહી છે. હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરનાં માપદંડના શ્રેષ્ઠ સ્કોર અને સર્ટીફીકેટ મળેલ છે, તેમજ માતૃત્વ અને બાળ કલ્યાણ કામગીરી અંગે ખ્યાતિપ્રાપ્ત SKOCH એવોર્ડ પણ મળેલ છે. આમ, રાજ્ય સરકાર દ્વારા રાજકોટવાસીઓને પદ્મકુંવરબા હોસ્પિટલ દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં આવી રહી છે.

હાલમાં જ પદ્મકુવરબા હોસ્પિટલના મળ્યું છે ‘મુસ્કાન’ સર્ટિફિકેટ

નવજાત શિશુ અને બાળકોની ઉચ્ચ કક્ષાની ગુણવત્તા સભર કેર કરતી સેવાઓ બદલ રાજકોટની પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલને ગુજરાતમાં સૌ પ્રથમ મુસ્કાન (MusQan) સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ થી પ્રમાણિત કરવામાં આવી છે. આ અંગે વિગત આપતા પદ્મકુંવરબા હોસ્પિટલ અધિક્ષક ડો. કેતન પીપળીયા એ જણાવ્યું હતું કે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત સરકારી હોસ્પિટલમાં ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે વિવિધ માપદંડો નક્કી કરનાર મુસ્કાન પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે. જે મુજબ હોસ્પિટલ ખાતે બાળકોની સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ અને તેમના વિકાસ સંબંધી વિવિધ માપદંડ અંગે ટીમ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવે છે, અને તેના ગુણાંકન પરથી હોસ્પિટલને 90% માર્ક મળ્યા છે. જેના આધારે પદ્મકુંવરબા હોસ્પિટલને આ સર્ટિફિકેટ મળેલ છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતેની સારવાર અને સુવિધાઓ

સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ ખાતે પીડિયાટ્રિશ્યન, રેસિડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ સહીત કુલ 16 કર્મચારી જયારે પીડિયાટ્રિક વોર્ડમાં 6, પીડિયાટ્રિક OPDમાં ડોક્ટર્સ અને નર્સિંગનો 5 વ્યક્તિનો સ્ટાફ ફરજ બજાવે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">