સૌરાષ્ટ્રમાં મેઘમહેર : રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ, નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા પાણી

જેતપુર તાલુકાની વાત કરીએ તો દિવસ દરમિયાન 1.5 ઈંચ જેટલો વરસાદ થયો હતો.જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ભારે પવન સાથે મેઘાની (heavy rain) એન્ટ્રી થતા અનેક વીજઉપકરણોને પણ નુકસાન પહોંચ્યુ છે.

સૌરાષ્ટ્રમાં મેઘમહેર : રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ, નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Heavy rain in rajkot
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 02, 2022 | 8:34 AM

સમગ્ર સૌરાષ્ટ્રમાં(Saurashtra)  અષાઢી બીજના પાવન દિવસે મેઘરાજાએ ભારે જમાવટ કરી હતી.રાજકોટ શહેર અને જિલ્લામાં અડધા થી 5 ઇંચ સુધી 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે ,જેમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ લોધીકા તાલુકામાં (lodhika Taluka)નોંધાયો છે.રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા જળબંબાકાર થયા હતા. ગોંડલ(Gondal) અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. તેમજ હડમતાળા, કોલીથડ સહિતના ગામોમાં 2 થી 3 ઇંચ વરસાદ વરસ્યો હતો બોટાદના (botad) ગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા રૂટ પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા.જેતપુર તાલુકાની વાત કરીએ તો દિવસ દરમિયાન 1.5 ઈંચ જેટલો વરસાદ થયો હતો.જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ભારે પવન સાથે મેઘાની (heavy rain) એન્ટ્રી થતા અનેક વીજઉપકરણોને પણ નુકસાન પહોંચ્યુ છે.

અષાઢી બીજે મેધાની જમાવટ જોવા મળી

વિરામ બાદ રાજકોટ શહેરમાં (Rajkot) અષાઢી બીજે મેધાની જમાવટ જોવા મળી. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના માધાપર, રેસકોર્સ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી બાદ વરસદા ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

જસદણ તાલુકામાં(jasdan taluka)  વાવણી લાયક વરસાદ પછી મેઘરાજાએ પધારમણી ન કરતા પાક સૂકાવા લાગ્યા હતા. પરંતુ શુક્રવારે વરસાદનુ આગમન થતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.બીજી તરફ ભારે વરસાદને લઈને વીરપુરના રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.ધોધમાર વરસાદને લઈને બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જેને કારણે વીરપુરની તેલહોકરી, મોટાપુલ સહિતના નાળાઓમાં ઘોડાપૂરની સ્થતિ જોવા મળી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati