Saurashtra Cricket : સૌરાષ્ટ્રના રણજી ક્રિકેટર નીરજ ઓડેદરા બર્મુડાની ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા

Cricket : બર્મુડા ક્રિકેટ (Barmuda Cricket) બોર્ડનો હવે લક્ષ્યાંક પોતાની રાષ્ટ્રીય ટીમને આવનારા વર્ષ 2024 માં યોજાનારા ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ક્વોલિફાય કરવા પર છે. જેની મહત્વની જવાબદારી સૌરાષ્ટ્રની નીરજ ઓડેદરાને સોપવામાં આવી છે.

Saurashtra Cricket : સૌરાષ્ટ્રના રણજી ક્રિકેટર નીરજ ઓડેદરા બર્મુડાની ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા
Neeraj Odedra (PC: TV 9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 12:21 PM

સૌરાષ્ટ્ર ક્રિકેટ (Saurashtra Cricket) માટે સારા સમાચાર આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર રણજી ટીમ (Ranji Trophy Team) ને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભુમિકા ભજવનાર પુર્વ કોચ નીરજ ઓડેદરા (Neeraj Odedara) ને નવી જવાબદારી મળી છે. બર્મુડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ (Barmuda Cricket Team) ના હેડ કોચ તરીકે નીરજ ઓડેદરાની પસંદગી કરી છે. આમ સૌરાષ્ટ્રના ક્રિકેટરોની ઓળખ હવે વિદેશમાં પણ થવા લાગી છે. બર્મુડા ક્રિકેટ બોર્ડનો હવે લક્ષ્યાંક પોતાની રાષ્ટ્રીય ટીમને આવનારા વર્ષ 2024 માં યોજાનારા ટી20 વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવા પર છે. જેની મહત્વની જવાબદારી સૌરાષ્ટ્રની નીરજ ઓડેદરાને સોપવામાં આવી છે.

બર્મુડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, “આ મારા માટે મોટી સિદ્ધિ છે. મારે બર્મુડાની ટીમનું નામ વિશ્વ ક્રિકેટમાં ગુંજતુ કરવું છે. મારી પહેલી જવાબદારી 35 થી 40 જેટલા બર્મુડા ક્રિકેટ ટીમના ખેલાડીઓને તેમની જવાબદારી જણાવવી અને ત્યાર બાદ ટી20 જેવા ફાસ્ટ ક્રિકેટમાં કઇ રીતે પોતાની રણનીતિ બનાવવી અને તેનો અમલ કરવો તે રહેશે. સારી રણનીતિ બનાવવાની સાથે સાથે સારા ફિલ્ડરો પણ તૈયાર કરવા પડશે. આમ બર્મુડાની ટીમને ટી20 વર્લ્ડ કપ 2024 (T20 World Cup 2024) માં ક્વોલિફાયર રાઉન્ડ થકી વર્લ્ડ કપમાં સ્થાન અપાવવું મારૂ પહેલું લક્ષ્યાંક છે.”

જોકે ક્રિકેટ એ બર્મુડા માટે નવી વતા નથી. તમને જણાવી દઇએ કે આ પહેલા બર્મુડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વર્ષ 2007 માં વન-ડે વર્લ્ડ કપમાં મુખ્ય રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહી હતી. જેમાં બર્મુડાએ ભારત સામે પણ રમ્યું હતું. હાલ આઈસીસી ટી20 રેન્કિંગમાં બર્મુડાની ટીમ 34 માં સ્થાન પર છે. નીરજ ઓડેદરાના જણાવ્યા પ્રમાણએ બર્મુડા ક્રિકેટ ટીમનો પહેલો લક્ષ્યાંક કેનેડાની ટીમથી આગળ નીકળવાનું છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

નીરજ ઓડેદરાએ 26 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે

નીરજ ઓડેદરાની વાત કરીએ તો તેમણે સૌરાષ્ટ્ર ટીમ માટે 26 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી છે. જેમાં 43 ઇનિંગમાં 1 સદી અને 1 અડધી સદીની મદદથી 37.04 ની સ્ટ્રાઇક રેટથી 619 રન બનાવ્યા છે. તો 80 વિકેટ ઝડપી છે. જેમાં તેમનું બેસ્ટ 52 રનમાં 6 વિકેટ રહ્યું હતું. તેમણે 2004 માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવીદા કહ્યું હતું

કોચ તરીકે નીરજ ઓડેદરાની સિદ્ધી

નીરજ ઓડેદરા 2015 થી સૌરાષ્ટ્ર રણજી ટીમના કોચ તરીકે સેવા આપી રહ્યા હતા. જેમાં તેમણે સૌરાષ્ટ્રની ટીમને રણજી ટ્રોફી 2015-16 અને 2018-19 માં રનર્સ-અપ સુધી પહોંચાડી હતી. તો વિજય હજારે ટ્રોફી 2017-18 માં રનર્સ-અપ બની હતી. તો વિજય હજારે ટ્રોફી 2020-21 માં નોકઆઉટ રાઉન્ડ સુધી અને વિજય હજારે ટ્રોફી 2021-22 માં સેમિ ફાઇનલ સુધી સૌરાષ્ટ્ર ટીમને પહોંચાડી હતી. તો રણજી ટ્રોફી 2019-20 માં સૌરાષ્ટ્રની ટીમને ચેમ્પિયન બનાવી હતી. જ્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021-22 માં નોકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય કરાવ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">