રાજકોટ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોકટરે આપઘાત કર્યો, આપઘાતનું રહસ્ય અકબંધ
રાજકોટ મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ પૂર્ણ કરનાર ઈન્ટર્ન તબીબે યુજી હોસ્ટેલમાં આઠમાં માળે રૂમમાં આપઘાત કરી લીધો હતો. આ ઇન્ટર્ન તબીબ મૂળ પાટણના રાધનપુરના વતની હતાં.

intern doctor of Rajkot Medical College committed suicide secret of suicide is intact ( Representative image)
રાજકોટ(Rajkot)મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબે(Intern Doctor) આપઘાત (Suicide) કર્યો છે. જેમાં MBBSમાં અભ્યાસ પૂર્ણ કરનાર ઈન્ટર્ન તબીબે યુજી હોસ્ટેલમાં આઠમાં માળે રૂમમાં આપઘાત કરી લીધો હતો.બે દિવસથી રૂમ બહાર ન આવતાં અને દુર્ગંધ આવતી હોવાથી અન્ય ઈન્ટર્ન તબીબોએ દરવાજો તોડતાં આપઘાતની જાણ થઈ હતી.
આ ઇન્ટર્ન તબીબ મૂળ પાટણના રાધનપુરના વતની હતાં.ચૌધરી અમરીતકુમાર અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતો હતો.
આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસના નવસર્જનની પ્રક્રિયા તેજ, પ્રમુખ પદ માટે આ નામોની છે ચર્ચા
આ પણ વાંચો : વડોદરા ધર્માંતરણ અને આફમી હવાલાકાંડના આરોપીને વધુ ચાર દિવસના રિમાન્ડ