ગુજરાતમાં કોંગ્રેસના નવસર્જનની પ્રક્રિયા તેજ, પ્રમુખ પદ માટે આ નામોની છે ચર્ચા

રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ અનેક નામની અટકળો તેજ છે. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ માટે શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, નરેશ રાવલ, અર્જુન મોઢવાડીયાનું નામ ચર્ચામાં છે.

ગુજરાતમાં(Gujarat) વિધાનસભા ચુંટણી પૂર્વે કોંગ્રેસ(Congress)સંગઠનના નવા માળખાની આગામી દિવસોમાં જાહેરાત કરી શકે છે. જેમાં ગુજરાત કોંગ્રેસના નવા નિમાયેલા પ્રભારી રધુ શર્માની(Radhu Sharma)ગુજરાત મુલાકાત અને ત્યાર બાદ રાહુલ ગાંધી સાથે ગુજરાતના નેતાઓની બેઠકને લઈને હવે ટૂંક સમયમાં કોંગ્રેસના નવા માળખાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

જેમાં હાલ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ(President) તરીકે અનેક નામોની ચર્ચા ચાલી રહી છે. જેમાં હાલ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરને જવાબદારી સોંપાઈ શકવાની અટકળો તેજ છે. તેવી જ રીતે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા(Lop) તરીકેની જવાબદારી વિરજી ઠુમ્મરને સોંપાઈ શકે છે.

આ ઉપરાંત રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ અનેક નામની અટકળો તેજ છે. જેમાં પ્રમુખ પદ માટે શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, નરેશ રાવલ, અર્જુન મોઢવાડીયાનું નામ ચર્ચામાં છે. તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા પદે શૈલેષ પરમાર, વિરજી ઠુમ્મર કે પૂંજા વંશના નામની અટકળો તેજ બની છે.

આ પણ વાંચો : નવસારીના વાડી વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો, પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું

આ પણ વાંચો : સરકાર બેરોજગારોને 3500 રૂપિયા ભથ્થું આપી રહી હોવાનો વાયરલ મેસેજ તમને મળે તો તુરંત કરો આ કામ! જાણો શું છે મામલો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati