રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો 12મો તબક્કો, 68500 લાભાર્થીઓને 380 કરોડની સીધી સહાય અને લાભ આપવામાં આવ્યા

રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો 12મો તબક્કો આવતીકાલે પૂર્ણ થશે. આજે અમદાવાદ અને ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાઓ યોજાયા હતા. જેમાં ગાંધીનગર જિલ્લામાં 1 હજારથી વધુ લાભાર્થીઓને 4.70 કરોડની સહાય અને લાભો આપવામાં આવ્યા.

રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો 12મો તબક્કો, 68500 લાભાર્થીઓને 380 કરોડની સીધી સહાય અને લાભ આપવામાં આવ્યા
12th phase of Garib Kalyan Mela in the state, direct assistance of Rs 380 crore was given to the beneficiaries
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Feb 25, 2022 | 2:14 PM

અમદાવાદ : તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગરીબ અને વંચિત લોકોને આર્થિક સશક્તિકરણ માટે 2009-10થી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા (Garib Kalyan Melo)યોજવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઈ ગુજરાતમાં અત્યાર સુધીમાં ગરીબ કલ્યાણ મેળાઓના 11 તબક્કામાં 1530 ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવ્યા. જેમાં 1.47 કરોડ લાભાર્થીઓને 26500 કરોડની સહાય અને લાભો જરૂરિયાતમંદોના હાથમાં સીધી આપવામાં આવી. ગરીબને આત્મનિર્ભર કરી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર (State Government)દ્વારા ગરીબ કલ્યાણ મેળાનો 12મો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 33 જિલ્લા અને 4 મહાનગરોમાં આ મેળાઓ યોજવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 11 તબક્કામાં 1530 ગરીબ કલ્યાણ મેળાઓ યોજાયા, જેમાં 1.47 કરોડ લાભાર્થીઓને 26 હજાર કરોડના લાભ-સહાય આપવામાં આવ્યા

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવતા નહોતા. કોરોનાની સ્થિતિ થાળે પડતા સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ યોજવાનું નક્કી કર્યું. 12માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળાઓમાં 68500 લાભાર્થીઓને 380 કરોડની સીધી સહાય અને લાભ આપવામાં આવ્યા. સાચો રહિ ન જાય અને ખોટો લઇ ન જાય તેની પૂરતી તકેદારી સાથે ગરીબોને શોધી તેમને હાથોહાથ સહાય-લાભ પહોચાડવામાં આવ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ગરીબ કલ્યાણ મેળાઓમાં ગરીબ વર્ગના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રોજગારી કરવા માટે સાધન સામગ્રી અને કીટ આપવામાં આવે છે..જેમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને સાયકલ સહાય આપવામાં આવે છે. મહિલાઓને રોજગારી માટે સિલાઈ મશીન આપવામાં આવે છે. મજૂર અને કારીગર વર્ગને વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલી કિટોનુ સીધું વિતરણ કરવામાં આવે છે. વેંડર્સને વ્યવસાય કરવા માટે લારી સહિતની વસ્તુઓ આપવામાં આવે છે.

રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો 12મો તબક્કો આવતીકાલે પૂર્ણ થશે. આજે અમદાવાદ અને ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાઓ યોજાયા હતા. જેમાં ગાંધીનગર જિલ્લામાં 1 હજારથી વધુ લાભાર્થીઓને 4.70 કરોડની સહાય અને લાભો આપવામાં આવ્યા. જ્યારે અમદાવાદમાં શહેરી ગરીબ કલ્યાણ મેળામાં 2900 લાભાર્થીઓને 3.68 કરોડની સહાય અને લાભો આપવામાં આવ્યા.

આ પણ વાંચો : સુરત : આઠ કરોડથી વધુની બેંક લોન લઇ છેતરપિંડી આચરનાર વોન્ટેડ આરોપી ઝબ્બે, આરોપીની મોડસ ઓપરેન્ડીથી પોલીસ ચોંકી ઉઠી

આ પણ વાંચો : Knowldge: આર્મીના માત્ર વિમાનો જ અલગ નથી હોતા, પરંતુ તેમનું ઇંધણ પણ સામાન્ય ઇંધણ કરતા અલગ હોય છે, જાણો તેના ઇંધણમાં શું તફાવત છે

g clip-path="url(#clip0_868_265)">