રાજકોટમાં દેશનું પ્રથમ સૌરઉર્જા આધારીત પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ મૂકાયું, મુવેબલ સિગ્નલથી વીજળી અને ખર્ચની પણ બચત થશે
રાજકોટ મહાનગરપાલિકા ચોકમાં આ પોર્ટેબલ સિગ્નલ મુકવામાં આવ્યું છે. આ સિગ્નલ દેશનું પ્રથમ પોર્ટેબલ સૌર ઉર્જા સંચાલિત સિગ્નલ હોવાનો કંપનીએ દાવો કર્યો છે. સિગ્નલથી ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા પોલીસને ફાયદો થશે.
રાજકોટ ટ્રાફિક પોલીસ દ્રારા ખાનગી કંપનીના સહયોગથી સૌરઉર્જા સંચાલિત પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા ચોકમાં આ પોર્ટેબલ સિગ્નલ મુકવામાં આવ્યું છે. આ સિગ્નલ દેશનું પ્રથમ પોર્ટેબલ સૌર ઉર્જા સંચાલિત સિગ્નલ હોવાનો કંપનીએ દાવો કર્યો છે. સિગ્નલથી ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા પોલીસને ફાયદો થશે.
ગીચ વિસ્તારોમાં ફાયદારૂપ બનશે
રોઝર મોટર્સ કંપનીએ દોઢ લાખ રુપિયાના ખર્ચે આ ટ્રાફિક સિગ્નલ તૈયાર કર્યુ છે. આ ટ્રાફિક સિગ્નલથી વીજળી અને ખર્ચની બચત થાય છે. આ સિગ્નલની ખાસિયત એ છે કે તે મુવેબલ છે, તેને કોઈ પણ ટ્રાફિકવાળા રસ્તા પર મૂકી શકાય છે. આ ટ્રાફિક સિગ્નલને ટ્રાફિકની જરૂરિયાત મુજબ ઉપયોગમાં લઈ શકાય છે. આ પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ જ્યાં ઓછી જગ્યા હોય ત્યાં આશીર્વાદ રૂપ સાબિત થાય છે. સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટને સાર્થક કરે છે. જો કે પોર્ટેબલ હોવા છતાં આ સિગ્નલમાં જરૂરી તમામ ફંક્શન પણ ઉપલબ્ધ છે.
હોમગાર્ડ અને ટ્રાફિક વોર્ડનને ફાયદો થશે
આ અંગે રોઝર મોટર્સના સંચાલક ક્રિપાલસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ મોડેલ તૈયાર થવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો છે. કંપની દ્રારા અલગ અલગ ચાર મોડેલ તૈયાર કરવામાં આવ્યા છે.આ ટ્રાફિક સિગ્નનનો ફાયદો ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા હોમગાર્ડ અને ટ્રાફિક વોર્ડનને ફાયદો થશે. રિપોર્ટથી ઓપરેટ થતું હોવાથી ટ્રાફિક પોઇન્ટ પર બેઠા બેઠા ફરજ પરના કર્મચારી ટ્રાફિકનું નિયમન કરી શકશે.
સાત દિવસ સુધી બેટરી બેકઅપ ચાલશે
સૌર ઉર્જા સંચાલિત ટ્રાફિક સિગ્નલમાં સુર્ય ઉર્જાનું સાત દિવસ સુધી બેકઅપ ચાલશે. જેના કારણે વીજળીનો પણ બચાવ થશે. પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ હોવાને કારણે ગીચ વિસ્તારોમાં આ ટ્રાફિક સિગ્નલ ખૂબ જ મહત્વનું સાબિત થશે, તેમાં પણ ખાસ કરીને વીઆઇપી મોમેન્ટ વખતે ટ્રાફિકના નિયમન માટે ખૂબ મહત્વની સાબિત થઇ શકે છે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે મહાનગરપાલિકા ચોકમાં આ સિગ્નલ મુકવામાં આવ્યું છે. જે સફળ થયાં બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવશે.
આ પણ વાંચો-
મારી અને વિજય રૂપાણી વચ્ચે મતભેદ હોઇ શકે, મનભેદ નથી : ગોવિંદ પટેલ
આ પણ વાંચો-