Gujarati Video: રાજકોટમાં છ મહિનાથી તૈયાર થયેલુ સેટેલાઈટ બસ સ્ટેન્ડ લોકાર્પણ વગર બન્યુ શોભાના ગાંઠિયા સમાન

Gujarati Video: રાજકોટમાં છ મહિનાથી તૈયાર થયેલુ સેટેલાઈટ બસ સ્ટેન્ડ લોકાર્પણ વગર બન્યુ શોભાના ગાંઠિયા સમાન

Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 12, 2023 | 10:36 PM

Rajkot: રાજકોટમાં પૂર્વ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી સેટેલાઈટ બસ સ્ટેન્ડ બનીને તૈયાર છે પરંતુ લોકાર્પણના વાંકે આ બસ સ્ટેન્ડ ધૂળ ખાઈ રહ્યુ છે અને શોભાના ગાંઠિયા સમાન બન્યુ છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલુ બસ સ્ટેન્ડ ખુલ્લુ ન મુકાતા લોકો સુવિધાથી વંચિત છે.

Rajkot: રાજકોટના પૂર્વ વિસ્તારના લોકોને બસની સુવિધા મળી રહે તે માટે બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ લોકાર્પણના વાંકે છેલ્લા છ મહિનાથી તૈયાર થયેલું સેટેલાઇટ બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે.

બે વખત લોકાર્પણની તારીખ આવી પરંતુ નેતા પાસે સમય ન હોવાથી બસ સ્ટેન્ડને ખુલ્લું મુકવામાં આવ્યું નથી. રાજકોટના પૂર્વ વિસ્તારના લોકોને ફાયદો થાય તે માટે રૂપિયા 4.5 કરોડના ખર્ચે સેટેલાઇટ બસ સ્ટેન્ડ બનાવાયું છે. ત્યારે કોંગ્રેસના નેતા વસરામ સાગઠીયાએ કહ્યું, ભાજપ પત્રિકા યુદ્ધ બંધ કરી બસ સ્ટેન્ડને ખુલ્લો મુકે.જેથી આદિવાસી વિસ્તારના લોકોને બસની સુવિધા મળી રહે.

આ પણ વાંચો: Rajkot: RMC રેલનગર અંડરબ્રિજમાં લીકેજ રોકવા વધુ 57 લાખનો કરાશે ધુમાડો

બસ સ્ટેન્ડની સુવિધા વિશે વાત કરીએ તો, દરરોજ 200 જેટલી બસોની અવરજવર થાય તેવી વ્યવસ્થા છે. અમરેલી, બોટાદ, ભાવનગર, જસદણ જવા માટે બસ અહીંથી મળશે. સાથે ઔદ્યોગિક વિસ્તાર હોવાથી છોટાઉદેપુર અને અમદાવાદ સહિતની બસ મળશે. બસ સ્ટેન્ડમાં 13 જેટલા પ્લેટફોર્મ ઉભા કરાયા છે. મહિલાઓ માટે ખાસ આરામગૃહ અને નાના બાળકો માટે ફિડીંગ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">