Rajkot : માનસિક રોગથી પિડાતી મહિલાને પતિએ તરછોડી, પિયરનું ઘર જાતે છોડ્યુ, 181 અભયમ ટીમે સુરક્ષિત ઘરે પહોંચાડી

Rajkot News : સારા ઘરની જણાતી એક મહિલા રસ્તા પર ગુમસુમ હાલતમાં સુતેલી મળી આવતા એક જાગૃત નાગરિકે 181 અભયમ્ હેલ્પલાઈન ઉપર ફોન કર્યો હતો, જેના અનુસંધાને 18 અભયમ્ ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી.

Rajkot : માનસિક રોગથી પિડાતી મહિલાને પતિએ તરછોડી, પિયરનું ઘર જાતે છોડ્યુ, 181 અભયમ ટીમે સુરક્ષિત ઘરે પહોંચાડી
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 28, 2023 | 4:22 PM

મહિલાઓ સામે થતી ઘરેલુ કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર, છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને કાઉન્સેલિંગ કરી મહિલાઓના પુનર્વસનની કામગીરી માટે 181 અભયમ ટીમ 24 કલાક કાર્યરત છે.  રાજકોટમાં આ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં 40 વર્ષની શારીરિક અને માનસિક અસ્વસ્થ મહિલા એકલી બેઠી હતી. 181 અભયમ ટીમને શંકા જતા તેની પુછપરછ કરી તો આ મહિલા તેના ભાઇના ઘરેથી ભાગીને આવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ આ ટીમે આ મહિલાને તેના પિયરે સુરક્ષિત પહોંચવામાં મદદ કરી હતી.

ગેેંગરીંનની બીમારી થતા માનસિક હાલત સ્વસ્થ ન હતી

સારા ઘરની જણાતી એક મહિલા રસ્તા પર ગુમસુમ હાલતમાં સુતેલી મળી આવતા એક જાગૃત નાગરિકે 181 અભયમ્ હેલ્પલાઈન ઉપર ફોન કર્યો હતો, જેના અનુસંધાને 18 અભયમ્ ટીમના કાઉન્સીલર વૈશાલી ચૌહાણ, કોન્સ્ટેબલ મુક્તાબેન અને ડ્રાઈવર બીપીનભાઈ ઘટના સ્થળે પહોચ્યા હતા. ત્યારે પીડિતા માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ જણાઈ હતી. વૈશાલીબેન દ્વારા લાંબા સમય સુધી કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું હતું કે, મહિલાને 2 સંતાનો છે અને તેમના પતિ અને પુત્રએ ત્રણ મહિના પહેલાં તેમને ઘરેથી કાઢી મૂક્યા છે. ત્યાર બાદ મહિલા પિયરમાં રહેવા જતા રહ્યા હતા.

પિયરનું ઘર પણ છોડ્યુ

મહિલાને ગેંગરીનની બીમારીના કારણે પગ કાળો પડતા પગ કપાવી નાખવો પડ્યો હતો. જેના કારણે મહિલાને ચાલવામાં તકલીફ થતી હતી. તેમજ ઘરકામમાં મદદ કરી શકતા નહોતા. જેથી ભાભી સાથે ઘરકામ બાબતે ઝઘડા થતા હતા. જેથી પિયરમાં કોઈને જાણ કર્યા વગર તે પીડિતા ઘરેથી નીકળી ગયા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મહિલાને ઘરનું સરનામું પણ યાદ ન હતું

એક તરફ પીડિતાનો પતિ પીડિતાને છુટાછેડા આપવાનો છે. બીજી તરફ પીડિતાને તેના પતિના ઘરનું સરનામું યાદ ન પણ હતું. અભયમ ટીમની અથાગ મહેનત બાદ મોડી રાત્રે પીડિતાએ પિયરનું સરનામું જણાવ્યું અને તે સરનામા મુજબ મહિલાને તેના ઘરે પહોચાડી, ત્યારે મહિલાના પિતાએ જણાવ્યું હતું કે, તેની પુત્રી માનસિક રીતે બીમાર છે અને મહિલાના ભાભીને અભયમ ટીમે સમજાવ્યું અને શાંતિ અને સંપીને રહેવા જણાવ્યું હતું. આમ, 181 અભયમ ટીમે મહિલાને સુરક્ષિત તેના પિયર પહોંચાડી હતી. ત્યારે તેના પરિવારજનોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">