AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ખજુરડી ગામના લગ્ન બન્યા આકર્ષણનું કેન્દ્ર, હેલિકોપ્ટર અને લક્ઝુરિયસ કારના જમાનામાં આ વાહનમાં નીકળી જાન

દેવરાજ અને પૂજાના લગ્ન જામનગરમાં સમૂહ લગ્નોત્સવમાં નિર્ધારિત કરવામાં આવ્યા હતા, જો કે કોરોનાને કારણે આ લગ્ન રદ થતા ખજુરડી ગામની સમાજની વાડીમાં જ આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.

Rajkot: ખજુરડી ગામના લગ્ન બન્યા આકર્ષણનું કેન્દ્ર, હેલિકોપ્ટર અને લક્ઝુરિયસ કારના જમાનામાં આ વાહનમાં નીકળી જાન
Groom rode in a cart and left for the wedding
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 14, 2022 | 2:22 PM
Share

લગ્નગાળાની સિઝન ચાલી રહી છે. લોકો પોતાનો વૈભવ દર્શાવવા  લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. આધુનિક જમાનામાં લોકો હેલિકોપ્ટર અને મોંધીદાટ કારમાં વરવધુની જાન જોડતા હોય છે, ત્યારે આજે પણ કેટલાય એવા પરિવાર છે જે લગ્નપ્રસંગમાં પ્રાચીન સંસ્કૃતિને અનુસરે છે. રાજકોટ (Rajkot) જિલ્લાના પડધરી તાલુકામાં એક આવો જ પરિવાર છે. આ પરિવારે ખજુરડી ગામમાં (Khajurdi village)માં શણગારેલા પરંપરાગત ગાડા (Cart)માં જાન જોડી હતી. વરવધુના આ અનોખા લગ્ન ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

પ્રાચીન સંસ્કૃતિ જાળવવાનો પ્રયત્ન

પહેલાના સમયમાં જ્યારે કોઈ આધુનિક વાહનો નહોતા, ત્યારે ગાડામાં વરરાજાની જાન જોડાતી હતી. લોકો જાહોજલાલી કરવાના બદલે સંસ્કૃતિ અને પરંપરાને અનુસરીને લગ્ન કરતા હતા ખજુરડી ગામમાં આવી જ પરંપરા જોવા મળી. વરરાજા દેવરાજ મુંગલપરા અને પૂજાના લગ્ન ખજુરડી ગામમાં થયા. વરરાજા દેવરાજના મિત્ર વિશાલ ભંડેરીએ કહ્યું હતું કે પ્રાચીન સંસ્કૃતિની જાળવણી થાય તે રીતે લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યા. મુંગલપરા પરિવાર દ્વારા લગ્નની ગાડી નહીં પણ ગાડાને શણગારવામાં આવ્યું હતું. હાલમાં લોકો હેલિકોપ્ટર અને મોંઘીદાટ કારમાં ખોટા ખર્ચા કરે છે, ત્યારે ગામડાંની સંસ્કૃતિ જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સમૂહલગ્ન બંધ થતા ગામમાં લગ્ન નિર્ધારિત કર્યા

દેવરાજ અને પૂજાના લગ્ન જામનગરમાં સમૂહ લગ્નોત્સવમાં નિર્ધારિત કરવામાં આવ્યા હતા, જો કે કોરોનાને કારણે આ લગ્ન રદ થતા ખજુરડી ગામની સમાજની વાડીમાં જ આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. લગ્નમાં આમંત્રિત વ્યક્તિઓએ પણ આ ગાડામાં જોડાયેલી જાનની પરંપરાનો આનંદ માણ્યો હતો.

અગાઉ રાજકોટમાં ગામડાંના ઠાઠથી કરાયુ હતું પ્રિ વેડિંગ શૂટ

રાજકોટમાં મવડી વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર મેહુલ બોરિચાના પુત્ર જય બોરિચાએ પ્રિ વેડિંગ શૂટ ગામડામાં કરાવ્યુ હતું. તેમણે પણ પહેલા વૈભવશાળી લગ્નની જ વિચારણા કરી હતી. પરંતુ પાછળથી અહેસાસ થતા અંતે તેમણે ગાડામાંં લગ્નની જાન જોડી હતી.  હવે ગાડામાં જાન નીકળતા લગ્ન આકર્ષણનું કેન્દ્ર બન્યા.

આ પણ વાંચો- Surat: એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા મામલે ગૃહ રાજ્યપ્રધાન મૃતકના પરિવારને મળ્યા, પરિવારને વહેલી તકે ન્યાયની આપી બાંહેધરી આપી

આ પણ વાંચો- surat : દુનિયામાં નામ કમાનારો ડાયમંડ બુર્સ ભલે બની ગયો પણ સામે દેખાતા કચરાને હટાવવા કોર્પોરેશન પાસે હજી કોઈ વિકલ્પ નહિ

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">