સમાજ કહેશે તો રાજકારણમાં આવીશ પણ ખોડલધામના પ્લેટફોર્મ પરથી તેની જાહેરાત નહીં કરુ:નરેશ પટેલ

સમાજજોગ સંબોધનમાં નરેશ પટેલે કેટલીક માર્મિક ટકોર પણ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે સમાજના આગેવાન મજબુત હોવા જોઈએ, તેમણે સમાજના પ્રશ્નોને વાચા આપી, સમાજના પ્રશ્નોના નિરાકરણ લાવવા જોઇએ.

સમાજ કહેશે તો રાજકારણમાં આવીશ પણ ખોડલધામના પ્લેટફોર્મ પરથી તેની જાહેરાત નહીં કરુ:નરેશ પટેલ
Naresh patel at Khodaldham
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jan 21, 2022 | 12:53 PM

ખોડલધામ કાગવડની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ (Khodaldham)માં પાટોત્સવની કોરોનાની ગાઈડલાઈન સાથે વર્ચ્યુલી ( (Virtual Patotsav)  ભવ્ય ઉજવવામાં આવી. આ કાર્યક્રમમાં નરેશ પટેલ અને તેના પરિવાર સહિત સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં ઘ્વજારોહણ કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નરેશ પટેલે સમાજજોગ સંબોધન કર્યું હતુ. જેમાં તેમણે કહ્યું હતુ કે સમાજ કહેશે તો રાજકારણમાં આવીશ, પરંતુ ખોડલધામના પ્લેટફોર્મ પરથી ક્યારેય તેની જાહેરાત નહીં કરૂ.

સમાજના આગેવાન મજબુત હોવા જોઇએ-નરેશ પટેલની ટકોર

સમાજજોગ સંબોધનમાં નરેશ પટેલે કેટલીક માર્મિક ટકોર પણ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે સમાજના આગેવાન મજબુત હોવા જોઈએ, તેમણે સમાજના પ્રશ્નોને વાચા આપી, સમાજના પ્રશ્નોના નિરાકરણ લાવવા જોઈએ. મજબુતીની સાથે સમાજના આગેવાન પ્રમાણિક હોવા જોઈએ તેવી પણ ટકોર કરી હતી. રાજકારણમાં જોડાવા અંગે ફરી નરેશ પટેલે એક જ રાગ આલોપ્યો હતો સમય આવ્યે જણાવીશુ. તેમણે કહ્યું હતુ કે સમાજ કહેશે તો રાજકારણમાં આવીશ, પરંતુ ખોડલધામના પ્લેટફોર્મ પરથી ક્યારેય તેની જાહેરાત નહીં કરૂ.

સમગ્ર દેશમાં પ્રેરણારુપ બને તેવી શાળા-આરોગ્ય કેન્દ્ર બનશે

નરેશ પટેલે કહ્યું હતું કે 2022ના ખોડલધામના સંકલ્પ તરીકે રાજકોટથી 20 કિલોમીટર દુર અમરેલી ગામ ખાતે ભવ્ય શિક્ષણ અને આરોગ્યનું ધામ બનશે. જે દેશનાં નમૂનારૂપ હશે. ભવ્ય શિક્ષણ અને આરોગ્ય ધામ બનાવવા માટે ખોડલધામ દ્વારા જમીનની ખરીદી પણ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનું નિર્માણ કાર્ય પણ શરૂ થશે. આ ઉપરાંત ખોડલધામ ખાતે કૃષિ યુનિવર્સિટીનું નિર્માણ થાય તેવા પ્રયત્નો રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ખોડલધામના પટાંગણમાં દરેક સમાજના મહાપુરૂષોની પ્રતિમા મૂકાશે-નરેશ પટેલ

સમાજજોગ સંદેશામાં નરેશ પટેલે કહ્યું હતું કે વર્ષ 2011થી જ્યારથી ખોડલધામનો સંકલ્પ લીધો ત્યારથી દરેક સમાજનો સાથ અને સહકાર મળ્યો છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ખોડલધામના પટાંગણમાં દરેક સમાજના મહાનુભાવોની પ્રતિમા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સોમનાથમાં ખોડલધામ ભવનનું શ્રાવણ માસમાં લોકાર્પણ કરાશે

પાટોત્સવ કાર્યક્રમમાં નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામ દ્વારા સોમનાથમાં ખોડલધામ ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ ચરણોમાં છે અને શ્રાવણ માસના પ્રથમ સોમવારે તેનું લોકાર્પણ થશે.

આ પણ વાંચો- Dubai Textile Expo: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દુબઈ ખાતે ફેબ્રુઆરીમાં ત્રણ દિવસીય ટેક્સ્ટાઈલ એક્ઝિબિશનનું આયોજન

આ પણ વાંચો- અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થવાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">