Breaking News : વડોદરાના રક્ષિતકાંડ બાદ રાજકોટમાં પણ રફ્તારનો કહેર, કાર ચાલકે વૃદ્ધને 500 મીટર સુધી ફંગોળતા મોત
રાજ્યમાં રફ્તારનો કહેર સતત વધી રહ્યો છે. વડોદરામાં રક્ષિતકાંડની ઘટનાને 2 જ દિવસ થયા છે, તેને ભૂલાવી ન શકાય ત્યાં તો રાજકોટના મવડી રોડ પર વધુ એક ભયંકર અકસ્માત સર્જાયો છે. બેફામ ગતિએ દોડતી કારે 69 વર્ષીય વૃદ્ધ પ્રફુલભાઈ ઉનડકડને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યું છે.

100થી વધુની સ્પીડે દોડતી કાર, 500 મીટર સુધી ઘસડાયો મૃતદેહ
રાજકોટના મવડી વિસ્તારમાં થયેલો આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ચાલક વૃદ્ધને અડફેટે લીધા બાદ 500 મીટર સુધી ઢસેડતો ગયો. સાથોસાથ, અન્ય એક યુવતીને પણ કાર ટક્કર મારી, જે હાલ ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં અન્ય કેટલાક લોકોને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે.
સ્થાનિકોનો આક્ષેપ – કાર ચાલક નશામાં હતો!
અકસ્માત બાદ સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે કાર ચાલક નશાની હાલતમાં હતો. ઘટના બાદ તુરંત જ પોલીસે ઋત્વિજ પટોડીયા અને ધ્રુવ કોટક નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે, અકસ્માત સમયે કારમાં સવાર બે યુવતીઓ ગભરાઈને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી, જેમની શોધખોળ ચાલી રહી છે.
120 કિમીની જબરદસ્ત સ્પીડ, કાળ બની કાર!
પ્રત્યક્ષદર્શીઓના મતે, કાર 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી, જે અકસ્માતનું મોટું કારણ બની. આ અકસ્માત માટે જવાબદાર કાર અમદાવાદ પાર્સિંગની હતી.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
માલવિયા નગર પોલીસે ઋત્વિજ પટોડીયા અને ધ્રુવ કોટક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓને હિરાસતમાં લઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ અકસ્માત ફરી એકવાર એ સવાલ ઊભો કરે છે કે, શું રસ્તાઓ પર રફ્તારનો આતંક ક્યારે અટકશે?