Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ધોરાજીમાં પ્રેમીએ પ્રેમિકાનું નાક કાપી છરીના ઘા ઝીંકતા યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાઈ

પ્રેમી સુલતાન દ્વારા પ્રેમિકા ફરઝાનાને અવાર નવાર મારકૂટ કરવામાં આવતાં પ્રેમિકા ધોરાજી પોતાનાં ઘરે પરત ફરી હતી, આરોપી પ્રેમીને પ્રેમિકાનું ધોરાજી પરત ફરવું ગમ્યું નહીં જેથી તેણે ધોરાજી આવી યુવતી પર હુમલો કર્યો હતો

Rajkot: ધોરાજીમાં પ્રેમીએ પ્રેમિકાનું નાક કાપી છરીના ઘા ઝીંકતા યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાઈ
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 5:26 PM

વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ પ્રેમી (lover) એ પ્રેમિકા (girlfriend) પર છરી વડે હુમલો કરી યુવતીનું નાક કાપી ગંભીર ઇજા પોહાચડતા યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે ધોરાજી (Dhoraji)  પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ હત્યા કરવાની કોશિશનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના આંબાવાડી કોલોની ખાતે રહેતી ફરઝાના ઉર્ફે હજુ સિતારભાઈ ગનીભાઇ માલવિયા ઉ.વ. 25 જાતે મુસ્લિમ ઘાંચીને મુળ આટકોટ અને હાલ રાજકોટ ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી સુલતાન ઉર્ફે ટીપુ જાનમામદ જુણેજા સાથે પરિચય થયો અને પરિચય બાદ પ્રેમ થઈ જતા યુવતી ફરઝાના પ્રેમી સુલતાન સાથે આશરે નવ મહિના પૂર્વે રાજકોટ સાથે રહેવા ગઈ હતી.

આ દરમિયાન પ્રેમી સુલતાન દ્વારા યુવતીને અવાર નવાર મારકૂટ કરવામા આવતા ફરઝાના ધોરાજી પોતાનાં ઘરે પરત ફરી હતી. આરોપી સુલતાનને ફરઝાનાંનું ધોરાજી પરત ફરવું ગમ્યું નહીં. જેથી અવારનવાર ફોન દ્વારા ફરઝાનાને રાજકોટ આવી જવા દબાણ કરવા લાગ્યો હતો. ફરજાના એ સુલતાન ને રાજકોટ પરત ફરવાની ના પાડી દીધી જેથી આરોપી સુલતાન ઉશ્કેરાઈ તેના એક મિત્ર રાહુલ રહેવાસી રાજકોટ વાળાને લઇ તારીખ 13ના રોજ વેલેન્ટાઈન ડેના આગળના દિવસે રાત્રે નવ વાગ્યે યુવતીના ઘરે આવી પહોંચ્યો હતો.

IPLના ઈતિહાસમાં કઈ ટીમ સૌથી વધારે મેચ હારી જાણો?
બે પત્નીઓનો પતિ હવે ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક! બધા વચ્ચે પકડી લીધો હાથ
બોલિવુડથી દુર છે અમિતાભ બચ્ચનની દીકરી, જુઓ ફોટો
તમારો EPFO ​​પાસવર્ડ ભૂલી ગયા છો? ચિંતા ના કરો... આ રીતે તેનો ઉકેલ લાવો
Jio ફ્રીમાં આપી રહ્યું IPL જોવાનો મોકો ! લોન્ચ કરી અનલિમિટેડ ઓફર
મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું કઈ વાતનો સંકેત આપે છે? આ જાણી લેજો

જ્યાં સુલતાન અને રાહુલ સાથે મળીને યુવતી પર હુમલો કર્યો હતો અને ફરજાના માથાના આગળના ભાગેથી વાળ કાપી નાખી મારકૂટ કરતા ફરઝાનાંની મોટી બહેન કૌશર અને માતા શમા બેન યુવતીને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેમને ધક્કો મારી પછાડી દીધા હતા. યુવતીની ઉપર બેસી તેના ગાલ પર અને હાથ પર તેમજ યુવતીનું નાક કાપી નાખી શરીરના અન્ય ભાગોમાં છરીના ગંભીર ઘા ઝીકી દીધા હતા.

ફરજાના ગંભીર રીતે ઘવાઈ હતી જેને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બાબતની જાણ થતા ધોરાજી પોલીસ વિભાગે આરોપી સુલતાન અને તેના સાથી મિત્ર રાહુલ સામે યુવતીની હત્યા કરવાના પ્રયાસ અંગેની કલમો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ધરાર પ્રેમીઓનો ત્રાસ અત્યંત હદ વળોટી ચૂક્યો છે સુરતમાં યુવતીનું ગળું કાપી નિર્મમ હત્યા કરવામાં આવી અને ધોરાજીમાં વેલેન્ટાઈન ડે ના પૂર્વ સંધ્યાએ પ્રેમી દ્વારા યુવતીની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જે ગુજરાતમાં શાંતિ સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને પડકારરૂપ હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ વેલેન્ટાઇન ડેના દિવસે 8 વર્ષથી વિખુટા પડેલા પતિ-પત્નીનું મિલન, પત્ની ભાવુક થઇ રડી પડી, જુઓ દ્રશ્યો

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા વેકરિયાની અંતિમ યાત્રા નીકળી, માતા-પિતાએ ચોધાર આંસુએ દીકરીને વિદાય આપી

g clip-path="url(#clip0_868_265)">