Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ગ્રીષ્મા વેકરિયાની અંતિમ યાત્રા નીકળી, માતા-પિતાએ ચોધાર આંસુએ દીકરીને વિદાય આપી

Surat: ગ્રીષ્મા વેકરિયાની અંતિમ યાત્રા નીકળી, માતા-પિતાએ ચોધાર આંસુએ દીકરીને વિદાય આપી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 10:29 AM

બે દિવસ પહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મૃતક યુવતીના પરિવારજનોને મળ્યા હતા અને હર્ષ સંઘવીએ પરિવારને વહેલી તકે ન્યાયની આપી બાંહેધરી પણ આપી હતી.

સુરત (Surat)માં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપીને તેને મોતને (Muder) ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે સુરતના પાસોદરાના ગ્રીષ્મા હત્યાકાંડથી સમગ્ર ગુજરાત સમસમી ઉઠ્યું છે. મૃતક યુવતી ગ્રીષ્માની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી રહી છે. બીજી તરફ આ હત્યાકાંડને લઈને હવે સામાજીક સંસ્થાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી. જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી.  મૃતક યુવતી ગ્રીષ્માની આજે અંતિમ વિધિ છે. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે.  માતા પિતા અને આખો સમાજ ચોધાર આંસુએ વિદાય આપી રહ્યો છે..

તમને જણાવી દઈએ કે ગ્રીષ્માના પિતા વિદેશમાં હોવાથી તેની બે દિવસ અંતિમયાત્રા કરવામાં આવી નહોતી..ગ્રીષ્માની પાલખી પાસે પિતા, માતા, ભાઈ અને પરિવારજનો વિલાપ કરી રહ્યા છે. આખી સોસાયટી શોકમગ્ન બની ગઈ હતી. સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.

સુરતમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ યુવતીના કાકા અને ભાઈ પર ચપ્પુથી હુમલો કરીને ઇજા પહોચાડી હતી અને પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બે દિવસ પહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મૃતક યુવતીના પરિવારજનોને મળ્યા હતા અને હર્ષ સંઘવીએ પરિવારને વહેલી તકે ન્યાયની આપી બાંહેધરી પણ આપી હતી.

આ સાથે જ ગૃહરાજ્ય પ્રધાને કહ્યું હતું કે, આ કિસ્સામાં આરોપી યુવક વર્ષથી દીકરીને હેરાન કરતો હતો પરંતુ કોઈએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી નથી. તેમણે ગુજરાતના નાગરિકોને અપીલ કરી કે આવા કિસ્સામાં નાગિરિકો આગળ આવે અને ગુજરાતના ગમે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. તમારા તરફથી માહિતી મળશે તો અમે ઝડપથી પગલાં ભરી શકીશું.

આ પહેલાં રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓ મૃતક યુવતીના પરિવારને પણ મળ્યા હતા. મૃતકના પરિવારે રેન્જ આઈજી પાસે પણ આરોપીને કડકમાં કડક સજા કરાવવાની માગણી કરી હતી.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો ફેનીલ ગોયાણી પ્રેમમાં આંધળો બનીને યુવતીના ઘરે પહોચી ગયો હતો. આ યુવક પોતાની પાસે છરો લઈને ગયો હતો અને યુવતીને ઘરમાંથી બહાર ખેંચી લાવ્યો હતો અને જાહેરમાં ગળા પર ચપ્પુ મૂકીને તમામ લોકોને ધમકાવ્યા હતા જ્યાં યુવતીમાં બચાવમાં કાકા વચ્ચે આવ્યા હતા જેના પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવતીના કાકા ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારબાદ યુવતીનો ભાઈ બચાવવા જતા યુવકે તેના પર હુમલો કર્યો હતો અને હાથ અને માથાના ભાગે ઇજા પોહચાડી હતી અને જોત જોતામાં પ્રેમ માં અંધ બનેલા યુવકે યુવતીનું ગળું કાપી હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો-

રાહુલ ગાંધી 22થી 27 ફેબ્રુઆરી ગુજરાત પ્રવાસે આવશે, દ્વારકામાં ચિંતન શિબિરમાં હાજરી આપશે

આ પણ વાંચો-

Ahmedabad : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના વધુ ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

g clip-path="url(#clip0_868_265)">