CORONA: જાન્યુઆરીમાં રેલવેની રાજકોટ ડિવીઝનની 62 હજાર ટિકિટ રદ્દ, રેલવેએ 4 કરોડથી વધુનું રિફંડ આપ્યું
રાજકોટમાં 1 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન 3600 ટિકિટ મુસાફરોએ રદ કરાવી છે જેનું રૂ.23 લાખથી વધુનું રીફન્ડ ચુકવવામાં આવ્યું છે. આ ઉપરાંત જામનગર રેલવે સ્ટેશને 20 દિવસમાં 709 યાત્રિકોએ ટિકિટ કેન્સલ કરાવી છે. જેને રેલવે દ્વારા 9,38,130નું રિફંડ ચૂકવાયું છે
દેશમાં કોરોના (Corona)ની ત્રીજી લહેર ચાલી રહી છે.ત્રીજી લહેરની અસર હવે રેલવે (Railway) તંત્રને પણ પડી રહી છે.1 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી (January) સુધી રાજકોટ રેલવે ડિવીઝનમાં કુલ 62902 ટીકીટ રદ્દ કરી રેલવેએ રૂ.4 કરોડથી વધુનું રીફન્ડ ચૂકવ્યું છે. રાજકોટ-ભક્તિનગર સ્ટેશન પર બુક કરવામાં આવેલી ટિકિટો રદ્દ કરવામાં આવી રહી છે. જેમાં તા.1 જાન્યુઆરીથી ગઈકાલ સુધીમાં 3600 ટિકિટ મુસાફરોએ રદ કરાવી છે જેનું રૂ.23 લાખથી વધુનું રીફન્ડ ચુકવવામાં આવ્યું છે.આ ઉપરાંત જામનગર રેલવે સ્ટેશને 20 દિવસમાં 709 યાત્રિકોએ ટિકિટ કેન્સલ કરાવી છે. જેને રેલવે દ્વારા 9,38,130નું રિફંડ (refund) ચૂકવ્યું છે.
સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે કેસ મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. કોરોના સંક્રમણ વધવાની સાથે ગુજરાત સરકાર દ્વારા રાજકોટ, જામનગર સહિત 8 મહાનગરો તેમજ 17 શહેરોમાં રાત્રી કર્ફયૂ લાદયો છે. તેમજ લગ્ન સમારોહમાં 150 લોકોની મર્યાદામાં છૂટ આપી છે. જેના પગલે લોકોએ પોતાના અનેક મોટા કાર્યક્રમો, મુસાફરી સહિતના આયોજનો મુલત્વી રાખવા પડયા છે. કોરોનાના કેસ વધતા તંત્ર પણ એલર્ટ થઇ ચૂકયું છે.
રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ સહિતના સ્થળોએ પણ કોરોના ટેસ્ટીંગ શરુ કરાયા છે. ત્યારે રાજકોટ રેલવે ડિવિઝનમાં 18 દિવસમાં 55,918 મુસાફરોએ ટિકિટ (ticket) કેન્સલ કરાવી છે. આ મુસાફરોને રાજકોટ રેલવે ડિવિઝને 3.85 કરોડનું રિફંડ ચૂકવયું છે. ઉલ્લેખનિય છે કે, સામાન્ય સંજોગોમાં મે મહિનામાં વિદ્યાર્થીઓને શાળામાં વેકેશન હોય છે. આથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકો બહારગામ હરવા-ફરવા તથા યાત્રા માટે જતાં હોય છે. રેલવેમાં મુસાફરો 120 દિવસ અગાઉ ટ્રેનની ટિકિટ બુક કરી શકે છે. આથી યાત્રિકો 120 દિવસ પૂર્વે જ ટિકિટ બુક કરાવી લેતાં હોય છે.
નવેમ્બર-ડિસેમ્બર માસમાં કેસ સાવ નહિંવત હોવાને કારણે લોકોએ ટ્રેનમાં એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. પરંતુ જાન્યુઆરી માસમાં કોરોનાના કેસોમાં મોટાપાયે ઉછાળો આવતાં વિકટ પરિસ્થિતિમાં અનેક લોકોએ ટ્રેનમાં કે, ફલાઇટમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લોકો ટ્રેન અને ફલાઇટમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે. રાજકોટથી જતી લાંબા રૂટની ટ્રેનોમાં પણ હાલ સીટો ખાલી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લગ્ન પ્રસંગની મર્યાદા પર ટિકિટ કેન્સલ માટેનું કારણ
હાલમાં કોરોનાની નિયંત્રણોને કારણે કેટલાક પ્રસંગો મોકુફ રહ્યા છે અથવા તો મર્યાદિત રહ્યા છે જેના કારણે બહારના રાજ્યોમાંથી આવતા લોકો મુસાફરી ટાળી રહ્યા છે અથવા તો બહારના રાજ્યોમાં જવાનું ટાળી રહ્યા છે જેના કારણે ટિકીટો રદ્દ થઇ રહી છે..
એરપોર્ટમાં પણ ફલાઇટ મર્યાદિત કરાઇ
કોરોનાની ઇફેક્ટ માત્ર રેલવે નહિ પરંતુ એરપોર્ટ પર પણ થઇ છે.મુસાફરોની સંખ્યા ઘટતા રાજકોટથી મુંબઇ અને દિલ્હીના ફલાઇટ મર્યાદિત કરાઇ છે.ક્યારેક મુસાફરો ઘટના આ ફલાઇટ રદ્દ કરવી પડી રહી છે તો ક્યારેક ડાયવર્ટ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ પણ વાંચોઃ Corona: અંબાજી મંદિર હવે આગામી 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે
આ પણ વાંચોઃ રાજ્યમાં ફરી કમોસમી વરસાદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ઝરમર શરૂ