Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: અંબાજી મંદિર હવે આગામી 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે

કોરોનાના વધતા સંક્રમણને પગલે હવે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ભક્તો મા અંબાના ઓનલાઈન દર્શન કરી શકશે.

Corona: અંબાજી મંદિર હવે આગામી 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે
Ambaji Temple will now be closed till January 31
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 2:36 PM

કોરોના વધતા કેસોને પગલે શક્તિપીઠ અંબાજી (Ambaji) હવે 31 જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધતા કોરોના સંક્રમણને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ભક્તો મા અંબાના ઓનલાઈન દર્શન કરી શકશે.

અગાઉ 23 જાન્યુઆરી સુધી મંદિર બંધ કરવાની જાહેરાત કરાી હતી. ત્યારે અંબાજી મંદિર તારીખ 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

અહીં મુસ્લિમ છોકરીઓ અન્ય ધર્મના લોકો સાથે કરી શકે છે લગ્ન...
દુનિયામાં ગમે ત્યાં નોકરી મેળવવી છે સરળ, આ 5 ભાષાઓ શીખી લો
Jio Recharge Plan: 84 દિવસની વેલિડિટી વાળા પ્લાનમાં દરરોજ મળશે 2GB ડેટા
Bunker Raid : નક્સલીઓનું બંકર અંદરથી કેવું હોય છે?
Kitchen Vastu Tips: રસોડામાં કાળો પથ્થર મૂકવામાં આવે તો શું થાય છે?
બાળકો પર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો કયા સંકેતો દેખાય છે?

અંબાજી મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા શ્રી અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 31 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી તથા બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે ઘરે બેઠા ઓનલાઈન જિવંત પ્રસારણનો લાભ લે અને વૈશ્વિક મહામારીને અટકાવવામાં કાર્યમાં સહભાગી બનીએ.

આ પણ વાંચોઃ નવો વિવાદ : સુરત ડાયમંડ બુર્સમાં લલચામણી ઓફરે મુંબઈ ડાયમંડ બુર્સના અગ્રણીઓને કેમ કર્યા નારાજ ?

આ પણ વાંચોઃ રાજ્યમાં ફરી કમોસમી વરસાદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ઝરમર શરૂ

g clip-path="url(#clip0_868_265)">