Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં ફરી કમોસમી વરસાદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ઝરમર શરૂ

રાજ્યમાં ફરી કમોસમી વરસાદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ઝરમર શરૂ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 1:50 PM

વડોદરા જિલ્લાના ડભોઇ અને સંખેડા શહેર અને તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. ડભોઈના લાલ બજાર, છીપવાડ બજાર સ્ટેશન રોડ પર પાણી દોડવા લાગ્યાં હતાં. છોટાઉદેપુર જિલ્લામાં સવારથી બોડેલી, વડદલા, ઉંચાપાન અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં ખેડૂતોમાં નુકસાનીની ભીતિ

રાજ્યમાં વધુ એક વખત કમોસમી વરસાદ (Non-seasonal rain) પડ્યો છે. વડોદરા જિલ્લાના ડભોઇ (dabhoi) શહેર અને તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. લાલ બજાર, છીપવાડ બજાર સ્ટેશન રોડ પર પાણી દોડવા લાગ્યાં હતાં. સંખેડામાં રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં. છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લામાં વહેલી સવારથી બોડેલી, વડદલા, ઉંચાપાન અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં મકાઈ, તુવેરના પાકનાને લઈ ખેડૂતોમાં નુકસાનીની ભીતિ ઊભી થઈ છે. સવારથી ઝરમર વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દાદરાનગર હવેલીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

વડોદરા (Vadodara) શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જોકે, થોડીવાર વાદળછાયુ વાતાવરણ અને થોડી વાર તડકો જોવા મળ્યો હતો. આમ સતત વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. આ વર્ષે શિયાળા દરમિયાન સતત માવઠાં થઇ રહ્યાં છે. જેને પગલે ખેડૂતો ચિંતિત થઇ ગયા છે.

હવામાન વિભાગે આગાહી કરી હતી

હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી કે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની શક્યતા છે. આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, છોટાઉદેપુર, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ, સુરત અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, કચ્છ પંથકમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. તો રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા પણ છે.

ફરી ઠંડીમાં વધારો થશે

બીજી તરફ ગુજરાતમાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થાય તેની સંભાવના છે. આગામી 28 કલાક બાદ લઘુતમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ૩ દિવસ સુધી ઘટાડો થતાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ શકે છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની સીધી ખરીદી કરશે,લઘુત્તમ ટેકાના ભાવ પણ નક્કી કરાયા

આ પણ વાંચોઃ Vadodara : મધુ શ્રીવાસ્તવે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું

g clip-path="url(#clip0_868_265)">