રાજકોટ જેતપુર વચ્ચેનો 70 કિમીનો હાઈવે પણ સિક્સલેન બનાવવાને મંજૂરી, જૂન મહિનામાં કામ શરૂ થઈ જશે
આ રોડ સિક્સ લેન બની ગયા બાદ આ ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળી શકશે. નેશનલ હાઈવે ઓથોરિટીએ આ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આ હાઈવે પર 35 કિલોમીટરમાં બે ટોલબૂથ હોવાથી બંનેમાંથી એક બંધ થઈ શકે છે.
અમદાવાદ રાજકોટ હાઈવે (Ahmedabad Rajkot Highway) સિક્સ લેન (Six lanes) બનાવવાનું કામ પૂર્ણતાને આરે છે ત્યારે હવે રાજકોટ જેતપુર હાઈવે (Rajkot Jetpur Highway) પણ સિક્સલેન બનાવવાને મંજૂરી આપી દેવામાં આવી છે. રાજકોટથી જેતપુર વચ્ચે ઔદ્યોગિક ઝોન (Industrial zone) આવતું હોવાથી રાજકોટ જેતપુરની વચ્ચે સતત ટ્રાફિકની સમસ્યા રહે છે, પણ હવે આ રોડ સિક્સ લેન બની ગયા બાદ આ ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળી શકશે. આગામી જૂન મહિનામાં આ રોડને પહોળો કરવાનું કામ શરૂ થઇ જશે. નેશનલ હાઈવે ઓથોરિટીએ આ માટેની તૈયારી શરૂ કરી દીધી છે.
આ ઉપરાંત હાઈવે પર આવતા ટોલ બૂથ અંગે પણ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં રાજકોટથી જેતપુર વચ્ચે બે ટોલબૂથ પર ટેક્સ લેવાય છે. આ બે ટોલબુથ વચ્ચે 35 કિલોમીટર જેટલું અંતર છે ત્યારે સરકારના નિયમ મુજબ એક ટોલ બૂથ બંધ કરવાની વિચારણા ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં જ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં જણાવ્યું હતું કે બે ટોલબૂથ વચ્ચે ઓછામાં ઓછું 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ. આ પ્રમાણે નિયમ લાગુ કરવામાં આવે તો બંનેમાંથી એક ટોલનાકું બંધ કરવામાં આવી શકે છે.
રાજકોટ જેતપુર હાઈ-વે સિક્સલેન બનાવવાની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળતા 70 કિલોમીટરનું અંતર કાપવામાં સમય બચી જશે. સામાન્ય રીતે હાલના સમયમાં 70 કિલોમીટરનું અંતર કાપતા એકથી સવા કલાક જેવો સમય થાય છે જો સિક્સલેન બની જાય તો આ સમય ઘટી જશે.
આ પણ વાંચોઃ અમદાવાદઃ કોર્પોરેશનમાં વિવિધ વિભાગો માટે ટેક્સીના બદલે પ્રાઈવેટ પાસિંગની ગાડીઓ ભાડે રખાતાં વિવાદ
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
