અમદાવાદઃ  કોર્પોરેશનમાં વિવિધ વિભાગો માટે ટેક્સીના બદલે પ્રાઈવેટ પાસિંગની ગાડીઓ ભાડે રખાતાં વિવાદ

અમદાવાદઃ કોર્પોરેશનમાં વિવિધ વિભાગો માટે ટેક્સીના બદલે પ્રાઈવેટ પાસિંગની ગાડીઓ ભાડે રખાતાં વિવાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 7:24 AM

ભાજપના એક મહિલા કોર્પોરેટરના પતિની કંપનીને લાભ કરાવવા કાંકરિયા સ્થિત ટ્રાવેલ્સ કંપની પાસેથી દૈનિક 12 કલાકની કામગીરી કરવા એક વર્ષ માટે ઈકો, ઈન્ડિકા અને મારૂતિવાન પ્રકારની 90 ગાડી ભાડે લીધી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) માં વિવિધ વિભાગો માટે ટેક્સી ભાડે લેવા બાબતે વિવાદ (Controversy)  સર્જાયો છે. નિયમ પ્રમાણે એએમસીમાં ટેક્સી પાસિંગ (Taxi passing) ની ગાડીઓ જ ભાડે લેવાની હોય છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) ના સભ્ય અને ભાજપના મહિલા કાઉન્સિલરના પતિ પાસેથી એએમસીએ નિયમો નેવે મૂકી 90 કાર ભાડે લેતા વિવાદ થયો છે. લાગતા વળગતા અધિકારીઓએ ટેક્સી પસિંગને બદલે મહિલા કાઉન્સિલરના પતિ પાસેથી પ્રાઈવેટ પાસિંગની ગાડીઓ ભાડે લઈ લીધી. બાબતે ડેપ્યુટી કમિશનર સમક્ષ વિવિધ વિભાગના અધિકારીઓએ ફરિયાદ કરી છે. આ ગાડીઓને તાત્કાલિક દૂર કરી ટેક્સી પાસિંગની ગાડીઓ ભાડે લેવા માગ કરી છે.

ભાજપના એક મહિલા કોર્પોરેટરના પતિની કંપનીને લાભ કરાવવા કાંકરિયા સ્થિત ટ્રાવેલ્સ કંપની પાસેથી દૈનિક 12 કલાકની કામગીરી કરવા એક વર્ષ માટે ઈકો, ઈન્ડિકા અને મારૂતિવાન પ્રકારની 90 ગાડી ભાડે લીધી હતી. વર્ક ઓર્ડરની શરત મુજબ ટ્રાવેલ્સ કંપનીએ પ્રત્યેક વાહનનું મોડલ 2012 કે તે પછીના વર્ષમાં રજિસ્ટર થયેલું હોવું જોઈએ અને જો આ પહેલાનું મોડલ હોય તો 10 ટકા પેનલ્ટી કરવા નિયમ કરાયો હતો. દરેક વાહન ફરજિયાત ટેક્સી પાસિંગવાળા હોવા જોઈએ અને તે અંગેના જરૂરી પુરાવા એએમસીમાં રજૂ કરવાની શરતો નક્કી કરવામાં આવી હતી.

આ તમામ શરતોનું ઉલ્લંઘન કરીને ભાજપના મહિલા કાઉન્સિલરના પતિની ટ્રાવેલ્સ કંપનીને આ કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો. આ અંગે મહિલા કાઉન્સિલર કેમેરા સામે કઈ કહેવા તૈયાર નથી. જ્યારે મેયરે આ તમામ આક્ષેપોને ફગાવી જણાવ્યું હતું કે તમામ ટેન્ડરો પારદર્શી રીતે કરવામાં આવે છે. ઓપન ટેન્ડર ભરાય છે. ક્યાંય ગેરરીતિ થઈ નથી.

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બે દિવસના ગુજરાત પ્રવાસે, આજે રાત્રે પહોંચશે અમદાવાદ એરપોર્ટ, અમદાવાદ પૂર્વમાં બંને નેતાઓ કરશે રોડ શૉ

આ પણ વાંચોઃ Tapi : પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે આદિવાસી સમાજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું

Published on: Apr 02, 2022 07:16 AM
g clip-path="url(#clip0_868_265)">