RAJKOT : ડાયવર્ઝનને કારણે એસટીના ભાડાવધારાનો મુદ્દો, કોંગ્રેસે ભાડાના ભાવવધારાનો કર્યો અનોખો વિરોધ
કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આ ભાવવધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
RAJKOT : રાજકોટ ST વિભાગે ડાયવર્ઝનને કારણે ગોંડલ, જૂનાગઢ, પોરબંદર તરફથી આવતી બસમાં ભાડું વધાર્યું છે.. જેનો કોંગ્રેસ અને મુસાફરોએ વિરોધ કર્યો છે.. આ અંગે કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો.. કોંગ્રેસના કાર્યકર્તાઓએ એસટી વિભાગના અધિકારીને નકલી નોટો અને રમકડાની બસ આપી અનોખો વિરોધ કર્યો અને ભાડામાં જે વધારો કર્યો છે તે પાછો ખેંચવા રજૂઆત કરી છે.. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આ ભાવવધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ભાડામાં ભાવવધારા અંગે આક્રોશ વ્યક્ત કરતા કોંગ્રેસના કાર્યકરોએ કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે, તો આના માટે એસટીએ કોર્પોરેશન પાસે અથવા કલેકટર પાસે ભાવવહ્દારો માંગવો જોઈએ, નહિ કે સામાન્ય જનતા પાસેથી. આ મુદ્દે એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું કોંગ્રેસ તરફથી કરવામાં આવેલી રજૂઆતને ઉપરી કક્ષાએ પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો : GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 13 ઓક્ટોબરે કોરોનાના નવા 26 કેસ નોંધાયા, 20 દર્દીઓ સાજા થયા, એક પણ મૃત્યુ નહી
આ પણ વાંચો : હવે ડ્રગ્સ-નશાકારક દ્રવ્યોની માહિતી આપનાર મળશે ઇનામ, ગુજરાત સરકારે પ્રથમવાર નાર્કો રીવોર્ડ પોલીસી જાહેર કરી