Gujarat Election 2022: ચૂંટણી પંચની જાહેરાત પહેલા ભાજપનાં ચૂંટણી કમિશનર ભરત બોઘરાની ભવિષ્યવાણી, કહ્યુ ’15 ઓક્ટોબરથી ચૂંટણીની આચાસંહિતા લાગુ થશે’
ગુજરાતમાં (Gujarat) આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Assembly elections) યોજાવાની છે. જો કે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તે પહેલા તો ભાજપના નેતાએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) લઇને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જુદા જુદા પક્ષ પોતાની વોટબેંક મજબુત કરવા એક પછી એક કાર્યક્રમ યોજી રહ્યા છે. જો કે આ વચ્ચે રાજકોટ (Rajkot) કારોબારીમાં ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ (Bharat Boghra) એક મોટુ નિવેદન આપ્યુ છે. ભરત બોઘરાએ 15 ઓક્ટોબરથી ચૂંટણીની આચાસંહિતા લાગુ થવાનું નિવેદન આપ્યુ છે. ચૂંટણી પંચે હજુ ચૂંટણી અંગે કોઇ જ જાહેરાત ન કરી હોવા છતા ભરત બોઘરાએ આ નિવેદન આપતા વિવાદનો મધપુડો છંછેડાયો છે.
ચૂંટણીની તારીખ જાહેર ?
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તે પહેલા તો ભાજપના નેતાએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી મળી મળી હતી. જેમાં રાજકોટ કારોબારીમાં ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરાએ કહ્યું કે 15 ઓક્ટોબરથી ચૂંટણીની આચાસંહિતા લાગુ થશે. તો ચૂંટણીને માત્ર સો-સવા સો જ દિવસ બાકી હોવાનો દાવો કરતા અનેક સવાલો ઉભા થયા છે.
ભરત બોઘરાએ કરી સ્પષ્ટતા
જો કે ભરત બોઘરાના નિવેદન બાદ વિવાદ એટલો બધો વકર્યો કે ભરત બોઘરાએ સ્પષ્ટતા કરવી પડી. તેમણે કહ્યું કે મેં તો કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે એક અંદાજ લગાવીને નિવેદન આપ્યું હતું.
મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે. ત્યારે ભાજપે ગુજરાતમાં ખુણે ખુણે મતદારો સુધી પહોંચવા માટે કાર્યક્રમો શરુ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ ગુજરાત પ્રવાસ વધારી રહ્યા છે. આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે.