Rajkot : આ વર્ષે જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે, દેશભરમાંથી સાધુ સંતો આવશે રાજકોટ
રાજકોટ રથયાત્રામાં (Rathyatra) દેશભરમાંથી સાધુ સંતો જોડાશે. ભગવાન જગન્નાથની રથયાત્રાની વાત કરીએ તો 30 જુન ના રોજ સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે.
રાજકોટમાં (Rajkot) ભગવાન જગન્નાથજીની રથયાત્રાની (Jagnnath Rathyatra) તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.જગન્નાથ મંદિરના મહંત ત્યાગીના વડપણ હેઠળ આ વર્ષે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.રથયાત્રાનો(Rathyatra) પ્રારંભ અષાઢી બીજ 1 જૂલાઇના રોજ સવારે 7:00 વાગે થશે.મંદિરના મહંતે કહ્યું કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી મર્યાદિત સંખ્યામાં જ રથયાત્રા નીકળી રહી છે. ત્યારે આ વર્ષે ધામધૂમથી રથયાત્રા કાઢવામાં આવશે.
રથયાત્રાની મંજૂરી સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી
જેને લઇ જગન્નાથ મંદિર (Jagnnath Temple) તરફી રથયાત્રાની મંજૂરી સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આ રથયાત્રામાં દેશભરમાંથી સાધુ સંતો જોડાશે.રથયાત્રાની વાત કરીએ તો 30 જુન ના રોજ સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે. તેમજ રાત્રે 8 વાગ્યે નેત્રવિધી અને મામેરા દર્શન રાખવામાં આવશે. જે પૂર્ણ થયા બાદ મહા પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે.જે બાદ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે.