Rajkot : લોક દરબારમાં વ્યાજ ખોરનો આતંકનો કિસ્સો સામે આવ્યો, શ્રીમંત વિધાર્થી પાસેથી વીસ હજારના 20 લાખ વ્યાજ વસૂલવાના કિસ્સાનો ખુલાસો થયો
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના બાદ રાજયના અન્ય શહેરોની સાથે રાજકોટમાં પણ વ્યાજખોરો સામે લોકદદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોકદરબારમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વ્યાજખોરી વધવા પાછળના કેટલાક કિસ્સાઓ દર્શાવ્યા હતા જેમાં રાજકોટની એક કોલેજનો કિસ્સો જણાવ્યો હતો.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના બાદ રાજયના અન્ય શહેરોની સાથે રાજકોટમાં પણ વ્યાજખોરો સામે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોકદરબારમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વ્યાજખોરી વધવા પાછળના કેટલાક કિસ્સાઓ દર્શાવ્યા હતા જેમાં રાજકોટની એક કોલેજનો કિસ્સો કહ્યો હતો. રાજકોટના મોરબી રોડ પર આવેલી એક કોલેજમાં વિધાર્થીઓ કેવી રીતે વ્યાજખોરી કરી રહ્યા છે જેની ફરિયાદ આવી હતી જેમાં રાજકોટના એક શ્રીમંત ઘરના વિધાર્થીએ પોતાના મોજશોખ પુરા કરવા માટે આઇફોનની ખરીદી કરવા માટે એક વ્યક્તિ પાસેથી 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા અને 20 હજારના બદલે 30 હજાર રૂપિયા આપવાની વાત કરી હતી.જે વિધાર્થી પાસેથી આ રૂપિયા લીધા હતા તેને એક ટોળકી બનાવી હતી.
જેમાં ભોગ બનનાર વિધાર્થીના પિતા શ્રીમંત હતા જેથી વ્યાજખોરીના રવાડે ચડેલા ત્રણ જેટલા યુવકોએ ભોગ બનનાર યુવક પાસેથી રૂપિયા પડાવવાની શરૂઆત કરી.શરૂઆતમાં બે થી ત્રણ હજાર રૂપિયા પેનલ્ટી રૂપે લેવાની શરૂઆત કરી અને બાદમાં ધીરે ધીરે કરીને આ ત્રણ યુવકોએ ભોગ બનનાર યુવક પાસેથી 21 લાખ રૂપિયાની વ્યાજ પેટે વસૂલાત કરી.
આટલાથી વાત અટકતી ન હતી 21 લાખ રૂપિયાની વસૂલાત કર્યા બાદ બીજા 21 લાખ રૂપિયાની ઉધરાણી કરવા માટે ઘમકી આપવા લાગતા અને રૂપિયાની વસૂલાત માટે ઘરે આવતા યુવકે પરિવારને જાણ કરી અને પોલીસને ફરિયાદ કરી.પોલીસે ત્રણેય યુવકોની શાન ઠેકાણે લાવી જો કે વિધાર્થીઓની કારર્કિદીને ધ્યાનમાં રાખીને મોટું મન રાખીને ભોગ બનનાર યુવકના પરિવારજનોએ ફરિયાદ ન કરી.
21 લાખ રૂપિયા મોજશોખમાં ઉડાડ્યા,અઢી લાખ તો ખાલી કેન્ટીનનું બિલ
પોલીસે જ્યારે વ્યાજખોરીના આ કેસની તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી.આ યુવકોએ ભોગ બનનાર યુવક પાસે ઘીરે ધીરે કરીને 21 લાખ રૂપિયા જેટલી વસૂલાત કરી હતી જેમાં મોજશોખ કરવા માટે યુવકોએ મોબાઇલ ફોન,મોંધીદાટ ધડિયાળો અને કપડાંની ખરીદી કરી,એટલું જ નહિ મારવાડી કોલેજની કેન્ટિનમાં જ અઢી લાખ રૂપિયા જેટલો ખર્ચ કરી નાખ્યો.આ ઉપરાંત રાજસ્થાન અને અન્ય સ્થળોએ ફરવા માટે જઇને મોજશોખ માટે રૂપિયા ઉડાડ્યા હતા.
ભોગ બનનાર યુવકે વ્યાજ ભરવા વિદેશથી રુપિયા મંગાવ્યા હતા !
પોલીસને પોતાની આપવિતી દર્શાવતા યુવકે કહ્યું હતું કે આ ત્રણેય યુવકો તેના પર દબાણ કરતા હતા અને ઘરે આવવાની ઘમકી આપતા હતા.જ્યારે આ યુવકો રૂપિયાની માંગણી કરતા હતા ત્યારે પોતે ઘરે દાદા પાસેથી ચોરી છુપીથી રૂપિયા લઇ જતો હતો.ઘરેથી પોતાને જે રૂપિયા આપતા હતા તે રૂપિયા પણ તે આ શખ્સોને આપી દેતો હતો એટલું નહિ ભોગ બનનાર યુવકના પરિવારના કેટલાક સભ્યો વિદેશ રહે છે ત્યાંથી પણ ચોરી છુપીથી રૂપિયા મંગાવીને આ શખ્સોને આપી દેતો હતો.
પોલીસ ફરિયાદ ન કરાઇ,પણ યુવકોને શબક શિખવાયો
આ કેસમાં પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરીને મોબાઇલ.ઘડિયાળ અને કેટલીક રોકડ રકમ આ શખ્સો પાસેથી કબ્જે કરીને ભોગ બનનાર પરિવારને પરત કરાવી હતી.આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચના એક પીઆઇએ મહત્વની ભુમિકા ભજવીને આ યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું જો કે વિઘાર્થીઓની કારર્કિદીને ધ્યાનમાં રાખીને પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.જો કે કોલેજ દ્રારા આ કિસ્સામાં કડક એકશન લઇને યુવકો સામે પગલાં લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.