Video: રાજકોટમાં તૈયાર થઈ રહેલા હિરાસર ઍરપોર્ટની 90 ટકા કામગીરી પૂર્ણતાના આરે, 2-3 મહિનામાં ઍરપોર્ટ શરૂ કરાશે
Rajkot:ગુજરાતનો સૌથી મોટો રનવે ધરાવતા હિરાસર ઍરપોર્ટની 90 ટકા કામગીરી પૂર્ણતાના આરે છે. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યુ કે આ ઍરપોર્ટ બોઈંગ 747 ઉતરવા સક્ષમ છે.
ગુજરાતનો સૌથી મોટો રનવે ધરાવતા રાજકોટના હિરાસર એરપોર્ટનું 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. આ દાવો કર્યો છે જિલ્લા કલેક્ટરે. માહિતી આપતા જણાવ્યું કે એરપોર્ટની 90 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને એરપોર્ટ પર કેટ લાઇટ્સનું ટેસ્ટિંગ પણ કરી દેવાયું છે. 3 કિમી લાંબો રનવે હોવાના દાવા સાથે કલેક્ટરે દાવો કર્યો કે હિરાસર એરપોર્ટ બોઇંગ 747 ઉતરવા માટે સક્ષમ છે. સાથે જ તેઓએ જણાવ્યું કે 10 દિવસની અંદર ટેસ્ટિગ ફ્લાઇટ લેન્ડ કરાશે અને 2 થી 3 મહિનાની અંદર એરપોર્ટ શરૂ કરાવવાનો પ્રયાસ કરાશે.
હિરાસર ઍરપોર્ટ 2 મહિનાની અંદર કાર્યરત થાય તેવી શક્યતા
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના જણાવ્યા મુજબ ગુજરાતનું સૌથી મોટુ રનવે અહીં તૈયાર થવાનુ છે. ગઈકાલે ત્યાં ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. જેના પિક્ચર્સ પણ રિલિઝ કરવામાં આવશે. અત્યાર સુધી સારી પ્રગતિ થઈ છે. ટેમ્પરરી ટર્મિનલ પણ મોટાભાગે તૈયાર જ છે. એક મહિનાની અંદર તે પણ કાર્યરત કરી દેવાની તૈયારી છે. ફાયર સ્ટેશન પણ તૈયાર થઈ ગયુ છે. બે ત્રણ મહિનાની અંદર ઍરપોર્ટ કાર્યરત કરી દેવાય તે રીતની શક્યતા જોવાઈ રહી છે.
આ સાથે એપ્રન, પાર્કિંગ ટેક્સી ટ્રેક, કમ્યુનિકેશન બિલ્ડિંગ સહિતની કામગીરી 100 ટકા, બાઉન્ડરી વોલની કામગીરી 90 ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની 95 ટકા પૂર્ણ થઈ છે. એપ્રોચ રોડ પર કલાત્મક પ્રવેશ દ્વારા તેમજ રોડ વચ્ચે ડિવાઇડરમાં કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.