Rajkot : વાવડી ગ્રામ પંચાયતના દસ્તાવેજો ગુમ થવાના કેસમાં કલેકટરની કાર્યવાહી, તલાટીને કર્યા સસ્પેન્ડ
રાજકોટમાં ભળેલા વાવડી ગ્રામ પંચાયતના મહત્વના દસ્તાવેજો 8 વર્ષ પહેલા ગુમ થયાની ઘટના સામે આવી હતી જે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.વાવડી ગ્રામ પંચાયત અને હાલ મનપાની વોર્ડ ઓફિસમાંથી મહત્વના રેવન્યુ રેકોર્ડ ગુમ થયા હતા.જેમાં પ્રાંત અધિકારીએ કલેકટરને તપાસનો રિપોર્ટ સુપરત કર્યા બાદ કલેકટર અરુણ મહેશ બાબુએ કાર્યવાહી કરી તલાટી મનીષ ગિધવાણીને સસ્પેન્ડ કર્યા છે.

રાજકોટમાં ભળેલા વાવડી ગ્રામ પંચાયતના મહત્વના દસ્તાવેજો 8 વર્ષ પહેલા ગુમ થયાની ઘટના સામે આવી હતી જે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.વાવડી ગ્રામ પંચાયત અને હાલ મનપાની વોર્ડ ઓફિસમાંથી મહત્વના રેવન્યુ રેકોર્ડ ગુમ થયા હતા.જેમાં પ્રાંત અધિકારીએ કલેકટરને તપાસનો રિપોર્ટ સુપરત કર્યા બાદ કલેકટર અરુણ મહેશ બાબુએ કાર્યવાહી કરી તલાટી મનીષ ગિધવાણીને સસ્પેન્ડ કર્યા છે. ગત 18 માર્ચના રોજ વાવડી ગ્રામ પંચાયતમાં મહત્વના રેકોર્ડ ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી.ત્યારબાદ નજીકના વોકળા અને ભંગારમાં ડેલામાંથી કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા.પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું હતું કે આ કાગળો વાવડી ગ્રામ પંચાયત RMC માં સમાવેશ થયો તે બાદમાં મનપાના કાગળો છે.1955 થી 2004 સુધીના જે મહત્વના રેવન્યુ રેકોર્ડ ગુમ થયા છે તે હજુ પણ મળ્યા નથી.જેને લઇને તપાસ ચાલુ છે.
1955 થી લઈને 2004 સુધીના હતા મહત્વના દસ્તાવેજો
ગાયબ દસ્તાવેજોમાં વર્ષ 1955 થી લઈને 2004 સુધીના ગ્રામ પંચાયતના મહત્વના રેવન્યુ રેકોર્ડ,હક પત્રકની નોંધ સહિતના મહત્વના દસ્તાવેજો હતા.જે હજુ સુધી મળ્યા નથી.જે કાગળો મળ્યા છે તે મહાનગર પાલિકાના છે.ત્યારે આ રેકર્ડ કોઈ કૌભાંડને સગેવગે કરવા માટે આ દસ્તાવેજો ગાયબ કરવામાં આવ્યા છે કે કોઈ અન્ય કોઈ આશય છે? તે સમય જતાં જ બહાર આવશે. હાલ જિલ્લા કલેકટરે તલાટી મનીષ ગીધવાણીને સસ્પેન્ડ કર્યા છે.આગળ જતા અન્ય લોકોના નામ પણ આ કેસમાં બહાર આવી શકે છે.
કોઈ પણ જાતના લોક વગર કબાટમાં પાડયા હતા મહત્વના દસ્તાવેજો
આ દસ્તાવેજો વોર્ડ ઓફિસની ઉપરના માળે અલગ અલગ કબાટમાં પડેલા હતા.જેમાં કોઈ પણ પ્રકારના લોક મારવામાં નોહતા આવ્યા.જેથી દસ્તાવેજો ગાયબ કરનાર આરામથી આ કબાટોમાથી આ દસ્તાવેજો ઉઠાવી ગયું હતુ.વોર્ડ ઓફિસમાં હાજર ડ્રેનેજ વિભાગના કોન્ટ્રાક્ટરએ ટીવી9 ને જણાવ્યું હતું કે કોઈ રીક્ષા ડ્રાઇવર આવીને આ દસ્તાવેજો લઈ ગયું છે.ત્યારે આ રીક્ષા ડ્રાઇવર કોના ઇશારે આ દસ્તાવેજો લઈ ગયું છે તે પણ તપાસનો વિષય છે.
આ પણ વાંચો : Gujarati Video : ગુજરાતમાં તાપી, અમરેલી, સુરત, રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જગતનો તાત મુશ્કેલીમાં
Latest News Updates





