Rajkot Crime News: ટેકસીમાં બેસાડી મુસાફરોના પાકીટ ચોરી લેતી ગેંગ ઝડપાઈ,તો ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ચોરો પર બોલાવ્યો સપાટો

Ronak Majithiya

|

Updated on: Mar 22, 2023 | 11:23 PM

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા કેટલાક દિવસથી મોબાઇલ ચોરો,ઘરફોડ ચોરી કરતી ગેંગ,જુગારીયાઓ અને દારૂની હેરાફેરી કરતા લોકો પર સપાટો બોલાવ્યો છે.રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘરફોડ ચોરી,વાહન/મોબાઈલ ચોરી તથા પાકીટ ચોરીના બનાવો તેમજ અનડિટેક્ટેડ ગુનાઓ અટકાવવા માટે સક્રિય થઈ છે.

Rajkot Crime News: ટેકસીમાં બેસાડી મુસાફરોના પાકીટ ચોરી લેતી ગેંગ ઝડપાઈ,તો ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ચોરો પર બોલાવ્યો સપાટો
Rajkot Theft Accused Arrested

Follow us on

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા કેટલાક દિવસથી મોબાઇલ ચોરો,ઘરફોડ ચોરી કરતી ગેંગ,જુગારીયાઓ અને દારૂની હેરાફેરી કરતા લોકો પર સપાટો બોલાવ્યો છે.રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘરફોડ ચોરી,વાહન/મોબાઈલ ચોરી તથા પાકીટ ચોરીના બનાવો તેમજ અનડિટેક્ટેડ ગુનાઓ અટકાવવા માટે સક્રિય થઈ છે.ત્યારે ફરી એક વાર ક્રાઇમ બ્રાન્ચે એક ચોર ગેંગને ઝડપી પાડી છે.આ ગેંગ મોરબી રોડ પર ટેક્સી ચલાવતી હતી.મુસાફરોને બેસાડી તેઓના પાકીટ સેરવી લેતી હતી.આ ગેંગની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો મોરબી રોડ પર આ ગેંગ ઇક્કો ટેક્સી ચલાવી મોરબી જતા મુસાફરોને બેસાડતા હતા.

ટેકસીમાં બેસાડી મુસાફરોના પાકીટ ચોરી લેતી આ ગેંગ

ઈક્કોમાં ડ્રાઇવર અને અન્ય બે લોકો પહેલેથી જ મુસાફર તરીકે સવાર હોય છે.શિકારને રસ્તામાંથી બેસાડે છે ત્યારબાદ આ ગેંગનો એક શખ્સ આ મુસાફરને વાતોએ ચડાવે છે અને બીજો મુસાફરનું ધ્યાન ન હોય તે રીતે તેના ખિસ્સામાંથી પાકીટ સેરવી લે છે.આ રીતે અનેક લોકોને આ ગેંગએ શિકાર બનાવ્યા હતા.વધુ લોકોને શિકાર બનાવે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગને ઝડપી પાડી છે.

 ગેંગ ઝડપાયા અન્ય 6 ચોરીનો પણ ભેદ ઉકેલાયો

ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડી સી સાકરીયા અને ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કોન્સ્ટેબલ પ્રભાત ડાંગરને મળેલી બાતમી મળી હતી અને આ ગેંગને ક્રાઇમ બ્રાન્ચે મોરબી રોડ પર ગવરીદડ ગામ પાસેથી ઝડપી પાડી હતી.ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના 3 આરોપીઓ સુરેશ ડાભી,દિનેશ ડાભી અને કિશન વાજાને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી ત્યારે આ ગેંગએ આ રીતે કરેલી અલગ અલગ 6 ચોરીની કબૂલાત આપી હતી.

મોબાઈલ ચોરો પર પણ ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યો સપાટો

સામાન્ય રીતે કોઈનો મોબાઈલ ચોરાય ત્યારે લોકોમાં એવી ચર્ચા હોય છે કે પોલીસ આવી બાબતોમાં ધ્યાન નથી આપતી અને ચોરાયેલા મોબાઈલ ક્યારેય પાછા નથી આવતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આ વાતને ખોટી પાડી છે.છેલ્લા એક અઠવાડિયામાં જ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના અલગ અલગ 45 થી વધુ મોબાઈલ રિકવર કર્યા છે અને 10થી વધુ મોબાઈલ ચોરીને ઝડપી પાડયા છે.

આ પણ  વાંચો : Gujarati Video : સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ન ફૂટે તે માટે રાજ્ય સરકારની કવાયત, પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની વિચારણા

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati