રાજકોટમા ક્રિકેટ રમતા 4 યુવાનોને હાર્ટ એટેક આવવાનો થયો ખુલાસો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતની પેટર્ન એકસમાન !
અચાનક મોતના આ ખતરનાક ટ્રેન્ડથી શહેરીજનો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે. રાજકોટના ચારેય યુવાનોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે.
છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક રાજકોટના યુવાનોનો શત્રુ બન્યો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 20 દિવસમાં અલગઅલગ બનાવોમાં રાજકોટના 4 યુવાનોને હાર્ટ એટેક રૂપી દાનવ ભરખી ગયો છે. યુવાન ક્રિકેટ રમવા જાય અને હાર્ટ એટેક આવે તેવી ઘટના જોવા મળી છે. યુવાન ફૂટબોલ રમવા જાય અને હાર્ટ એટેક આવે તેવી ઘટના પણ બની છે.
આ પણ વાંચો : Rajkot : રાજકોટમાં વહીવટી તંત્રની દબાણ દૂર કરવાની નોટિસને પગલે રહીશોનો વિરોધ
અચાનક મોતના આ ખતરનાક ટ્રેન્ડથી શહેરીજનો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે. રાજકોટના ચારેય યુવાનોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. ચારેય યુવાનોના મોત એકસરખી પેટર્નથી થયા હોવાની માહિતી સામે આવી છે. મૃતક યુવાનોના હૃદયની બ્લડ પૂરું પાડતી વેન થોડી સંકોચાયેલી જોવા મળી છે. રમત દરમિયાન બ્લડ સર્ક્યુલેશનની ઝડપ વધતા કોરોનરી વેન બ્લોક થઈ ગઈ અને હૃદયમાં લોહી પહોંચતું બંધ થઈ જાય છે. પરિણામે યુવાનોના મોત થયા છે.
તો બીજી તરફ યુવાનોના મોતના ખતરનાક ટ્રેન્ડ અંગે માહિતી આપતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ.રાજેશ તૈલીએ જણાવ્યું કે યુવાનોએ કોઇ પણ કસરત કરતા પહેલા હ્રદયની ક્ષમતા જાણી લેવી જોઇએ. તથા આગામી સમયમાં સ્પોર્ટસ મેડિસિન તરીકે વિજ્ઞાનની એક નવી ફેક્લ્ટી પણ સામે આવી રહી હોવાનું તેમને જણાવ્યું છે.
રાજકોટમાં ક્રિકેટ રમતા બે યુવકોને આવ્યું હાર્ટ એટેક
આ પહેલા રાજકોટમાં એક દિવસમાં રમત રમતા બે યુવકોનું મોત થયુ હતુ. એકનું ક્રિકેટ રમતા અને અન્ય યુવકનું ફુટબોલ રમતા મોત થયુ હતુ. હજુ તો ચાર દિવસ પહેલા જ રાજકોટમાં એક યુવકનું ક્રિકેટ રમતા મોત થયુ હતુ. ડીસામા રહેતા ભરત બારૈયા રાજકોટમાં પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યા હતા.
ત્યારે વહેલી સવારે તે શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. ભરત બારૈયા ક્રિકેટ રમી પોતાના ઘરે પરત ફરતા હતા તેમને તે સમયે રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા 108નીટીમ તાત્કાલીક દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો.
સુરતમાં પણ ક્રિકેટ રમતા યુવકને આવ્યો હાર્ટ એટેક
સુરતમાં ક્રિકેટ રમતી વખતે વરાછાના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે. 27 વર્ષિય પ્રશાંત ભરોલીયાને છાતીમાં દુઃખાવો ઉપડ્તા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ 27 વર્ષિય યુવકનું મોત થયુ છે. યુવક કેનેડામાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યુ છે.