AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PGVCLનો સપાટો, કચ્છ-રાજકોટ જિલ્લાની 8 જેટલી હોટેલ-ફેકટરીમાંથી 4 કરોડની વીજચોરી ઝડપાઇ

સૌરાષ્ટ્રમાં વીજચોરીને લઇને પીજીવીસીએલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન ફેબ્રુઆરી માસની શરૂઆતમાં જ આ અંગેની ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. જેમાં કચ્છ અને રાજકોટ જિલ્લાને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો,

PGVCLનો સપાટો, કચ્છ-રાજકોટ જિલ્લાની 8 જેટલી હોટેલ-ફેકટરીમાંથી 4 કરોડની વીજચોરી ઝડપાઇ
4 crore electricity theft from 8 hotel-factories in Kutch-Rajkot district caught by PGVCL (ફાઇલ)
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 04, 2022 | 6:15 PM
Share

RAJKOT  : પશ્વિમ ગુજરાત વીજ કંપની (PGVCL)દ્વારા રાજકોટ અને કચ્છ (Kutch)જિલ્લામાં વીજચોરી (Power theft)કરતા આસામીઓ પર તવાઇ બોલાવી છે.પીજીવીસીએલના વિજીલન્સ વડા અનુપમસિંહ ગેહલૌતના આદેશથી 1 ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી કચ્છ અને રાજકોટ જિલ્લામાં હાઇ વે પરની રેસ્ટોરન્ટ,રિસોર્ટ,હોટેલ,કલબ અને ફેકટરીઓમાં (Restaurant, resort, hotel, club and factory) તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 8 સ્થળોએથી કુલ 4 કરોડ 74 લાખ રૂપિયાની વીજચોરી પીજીવીસીએલ વિભાગે પકડી પાડી છે.પીજીવીસીએલ દ્રારા આ તમામ સ્થળોએથી વીજચોરી પકડીને મિલ્કતના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સ્થળોથી પકડાઇ વીજચોરી

કુલ 8 સ્થળોએથી 4.74 કરોડની વીજચોરી પકડી પાડી, પડધરી ખોડિયાર હોટેલમાંથી 50 હજારની વીજ-ચોરી, પડધરી ભારત હોટેલમાંથી 22 હજારની વીજચોરી, પડધરી રાધે કાઠિયાવાડી હોટેલમાં 12 લાખની વીજચોરી, પડધરી વેરાઇ હોટેલમાંથી 4.20 લાખની વીજચોરી, ગોકુલ પાર્ટી પ્લોટ- ન્યારા, 12.50 લાખની વીજચોરી, નરનારાયણ માઇન 4.22 કરોડની વીજચોરી, પ્રિ વેડીંગ સ્ટુડીયો ધ ફેન્ટાસી વર્લ્ડ વાજડી 15.30 લાખની વીજચોરી, રૈયા રોડ હોટલ સાગર મેજીક ચીકન અને ફાસ્ટફુડ રોણકી સબ ડીવી. ના કાર્યક્ષેત્રમાં 7.25 લાખની વીજ-ચોરી.

કંઇ રીતે કરતા હતા વીજચોરી

સૌરાષ્ટ્રમાં વીજચોરીને લઇને પીજીવીસીએલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન ફેબ્રુઆરી માસની શરૂઆતમાં જ આ અંગેની ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. જેમાં કચ્છ અને રાજકોટ જિલ્લાને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો, હાઇ વે પર આવેલા રિસોર્ટ, હોટેલોમાં વિશેષ તપાસ કરતા આસામીઓ દ્વારા મીટર સાથે ચેડાં કરવાની ઘટનાઓ સામે આવી હતી. તો કેટલીક જગ્યાએ ડાયરેક્ટ વીજચોરી પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સૌથી વધારે કચ્છના ઔધોગિક એકમમાંથી વીજચોરી પકડાય છે.

હજુ પણ ચાલુ રહેશે કાર્યવાહી

આ અંગે પીજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું કે પીજીવીસીએલ વિજીલન્સ અને વડોદરા સ્થિત વીજ કંપનીની વડી કચેરી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વીજચોરીને લઇને તંત્ર સક્રિય છે અને આગામી દિવસોમાં વધુ કડક રીતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : મહેસાણા : દૂધ સાગર ડેરીના તજજ્ઞો દ્વારા પશુને કેવી રીતે દોહવું તેનું સૂચન કરાયું, પશુપાલકોને મળશે તેનો લાભ

આ પણ વાંચો : Kutch: પોલીસ પ્રજાનો મિત્ર ! રાત્રે કાચા રસ્તામાં ફસાયેલા છકડા ચાલકને ભુજ એલસીબી પોલીસે મદદ કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">