Kutch: પોલીસ પ્રજાનો મિત્ર ! રાત્રે કાચા રસ્તામાં ફસાયેલા છકડા ચાલકને ભુજ એલસીબી પોલીસે મદદ કરી

ભુજ એલસીબી એ સામાન્ય કહી શકાય તેવી મદદ વડે ખાખી વર્દીના કડક ઓફીસર સાથે તેઓ પ્રજાના મિત્ર પણ છે. તેની પ્રતિતી એક કિસ્સા દ્રારા કરાવી છે. જેમાં શુક્રવારે રાત્રે ભુજના કુકમાથી લેર જતા રસ્તે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીગમા હતી દરમ્યાન એક છકડા ચાલક પોલીસને મળે છે

Kutch: પોલીસ પ્રજાનો મિત્ર ! રાત્રે  કાચા રસ્તામાં ફસાયેલા છકડા ચાલકને ભુજ એલસીબી પોલીસે મદદ કરી
Kutch Police Help Auto Driver
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Feb 04, 2022 | 5:54 PM

ગુજરાત(Gujarat) પોલીસ પ્રજાનો મિત્ર છે. આ ઉક્તી ભાગ્યે જ સાચી સાબિત થતી હોય છે. કેમ કે કાયદાના દાયરામાં કડક બનીને કામ કરતી પોલીસ હમેંશા પ્રજાની અળખામણી જ રહે છે. જો કે કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે જેને સાંભળીને આમ પ્રજાનુ પોલીસ પ્રત્યે માન વધે છે. કોરોના મહામારી દરમ્યાન પોલીસે આવી અનેક કામગીરી કરી જો કે પચ્છિમ કચ્છ પોલીસની(Kutch Police)મહત્વની શાખાનો એક સામાન્ય મદદનો(Help) કિસ્સો હાલ ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે. સામાન્ય રીતે રાત્રીના અંધકારમા કાઇ શંકાસ્પદ ચહલપહલ દેખાય તો પોલીસ તરત એલર્ટ થઇ જાય છે અને આડાઅવડા પ્રશ્ન ક્યાથી આવ્યા છો? ક્યા જાવ છો ? વગેરે-વગેરે જાણવા તેની આકરી પુછપરછ કરે છે.

પરંતુ ભુજ એલસીબી એ સામાન્ય કહી શકાય તેવી મદદ વડે ખાખી વર્દીના કડક ઓફીસર સાથે તેઓ પ્રજાના મિત્ર પણ છે. તેની પ્રતિતી એક કિસ્સા દ્રારા કરાવી છે. જેમાં શુક્રવારે રાત્રે ભુજના કુકમાથી લેર જતા રસ્તે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીગમા હતી દરમ્યાન એક છકડા ચાલક પોલીસને મળે છે. જો કે ચહેરો જોઇ વ્યક્તિને ઓળખી ગયેલી પોલીસે તેની સમસ્યા જાણી અને ત્યાર બાદ તેની મદદ કરી ભુજના રશ્મિકાંત મોહનલાલ શાહ ઉંમર 51 વર્ષે ગઇકાલે કોઇ કામસર લેર તરફ ગયા હતા ત્યારે જ લેરથી રેહા તરફના રસ્તે તેની રીક્ષા રોડ ઉતરી ગઇ હતી અને માટીમાં ફસાઇ ગઇ હતી.

જેમાં વાહનોની ઓછી અવરજવર ધરાવતા વિસ્તારમાં લાંબા સમય સુધી કોઇ મદદ ન મળી પરંતુ ત્યાર બાદ LCB ના PSI હાર્દીકસિંહ ગોહીલ તથા તેનો સ્ટાફ ત્યાથી પસાર થયા અને રીક્ષાચાલકની મુઝંવણ જાણી સરકારી વાહન મારફતે ફસાયેલી ગાડી બહાર કાઢી અને ત્યાર બાદ આધેડ રશ્મિકાંત ને તેના ઘર સુધી સુરક્ષીત પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી પોલીસના માનવીય અભીગમનો ભાવ દર્શાવ્યો રસ્મીભાઇએ પણ પોલિસના આવા વ્યવહારની પ્રસંશા કરી સુમસાન રસ્તા પર મદદ માટે આભાર માન્યો હતો.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

આ પણ વાંચો : Surat : આમ આદમી પાર્ટીમાં ભંગાણ, કોર્પોરેટર વિપુલ મોવલિયાના સમર્થનમાં સંગઠનમાંથી કાર્યકરોના રાજીનામા

આ પણ વાંચો : અમદાવાદ : પત્ની અને પુત્રના અત્યાચારથી પિતાએ આપઘાત કર્યો, અત્યાચારની કહાની વાંચી તમે ચોંકી જશો

g clip-path="url(#clip0_868_265)">