મહેસાણા : દૂધ સાગર ડેરીના તજજ્ઞો દ્વારા પશુને કેવી રીતે દોહવું તેનું સૂચન કરાયું, પશુપાલકોને મળશે તેનો લાભ
ગાય ભેંસને દોહવાની સાચી રીત ન હોય તો પશુઓને રોગ પણ લાગુ પડી શકે છે જેથી ગાય અને ભેંસને દોહવાની સાચી રીત અપનાવવી જરૂરી બને છે.
દૂધ ઉત્પાદકો (Milk Producers) એવા પશુપાલકો (Animal Husbandry) માટે પશુઓની કાળજી લેવી ખૂબ જરૂરી હોય છે. ગાય ભેંસને દોહવાની સાચી રીત ન હોય તો પશુઓને રોગ પણ લાગુ પડી શકે છે જેથી ગાય અને ભેંસને દોહવાની સાચી રીત અપનાવવી જરૂરી બને છે. દૂધ સાગર ડેરીના તજજ્ઞો દ્વારા પશુને કેવી રીતે દોહવામાં આવે તેનું સૂચન કરાયું હતું.
અંગૂઠો વાળીને મૂઠીની મદદથી દોહવું
આ રીતમાં ગાય-ભેંસના આંચળને મૂઠીના વચમાંથી અંગૂઠાને અને આંગળીઓની વચમાં પડવામાં આવે છે. પછી આંચળ દબાવીને મૂકીને ઉપરની નીચે સુધી આંચળ ઉપર સરકાવવામાં આવે છે. આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે છે. આ રીતે દોહવાથી આંચળ ઉપર ઘણું ઘર્ષણ થાય છે અને કેટલીક વાર નખે વાગવાથી આંચળને ઈજા થાય છે.
સાથે જ આંચળ નબળા થઈ જાય છે તથા બોટલ આકારના થઈ જાય છે. આમ દોહન કરવાથી માઈટીસ રોગ લાગુ પડે છે અને આંચળ ગુમાવવો પડે છે. આ કારણને લીધે આ રીત વાપરવી સહેજ પણ ઇચ્છનીય નથી.
આંગળીઓ અને હથેળીની મદદથી દોહવાની રીત
આ રીતે દોહતી વખતે આંચળને હથેળીની વચમાં પકડવામાં આવે છે અને મૂઠી ઉઘાડ બંધ કરીને ઝડપથી ઉપર નીચે તરફ દબાણ આપીને આંચળને નીચોવવામાં આવે છે એટલે વારંવાર મૂઠી ઉઘાડ બંધ કરીને આગળ ખૂબ ખેંચ્યા વિના દોહવામાં આવે છે. આ રીતમાં મૂકીને આંચળ પર સરકવી ન પડતી હોવાથી ઘર્ષણ ઘણું ઓછું લાગે છે અને આંચળને ઈજા પહોંચતી નથી તેથી આ દોહવાની ઉત્તમ રીત છે.
ચપટીથી દોહવાની રીત
પ્રથમ બે આંગળી અને અંગૂઠાની વચમાં આચળ પકડીને દોહવામાં આવે છે. નાના આંચળવાળા પશુઓ તથા પહેલ વેતરી ગાય-ભેંસને બીજી રીતથી દોહી શકાતી નથી તેથી આ રીતે દોહવું પડે છે.
સ્વચ્છ દૂધ એટલે શું ?
જે દૂધ તંદુરસ્ત (નિરોગી) દુધાળા પશુઓ દ્વારા, શુધ્ધ અને સ્વચ્છ વાતાવરણમાં દોહેલું હોય, જે સામાન્ય બંધારણ તેમજ સારો સ્વાદ તથા સુંગંધ ધરાવતુ હોય, ધુળ, માટી, રોગના જીવાણું ઈત્યાદીથી મુક્ત હોય, દવાઓ, કીટક નાશકો, ભારે ધાતુઓ વગેરે ઝેરી રસાયણોના અવશેષોથી મુક્ત હોય તેમજ ખુબજ ઓછી સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુંઓ ધરાવતું હોય, તેવા દૂધને સ્વચ્છ દૂધ કહી શકાય.
સ્વચ્છ દૂધ શા માટે ?
સ્વચ્છ દૂધ જલદી બગડતું નથી અને તે આરોગ્યને હાની પહોંચાડતું નથી. તે દૂધ અને દૂધની બનાવટો (વાનગીઓ) બનાવવા માટે વધુ સમય સુધી યોગ્ય રહે છે. તેમાંથી બનાવેલ બનાવટો (વાનગીઓ) ઉચ્ચ ગુણવત્તાવાળી હોય છે. તે ઉચ્ચ કિંમત અપાવી શકે છે. દૂધની પેદાશોની નિકાસ કરવાનું સરળ બને છે.
આ પણ વાંચો : ખુશખબર ! ખાદ્યતેલના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય, સામાન્ય લોકોને મળશે રાહત
આ પણ વાંચો : Success Story: બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ વિજેતા કચ્છના આ ખેડૂતે દાડમની ખેતીથી મેળવી 1.25 કરોડ રૂપિયાની આવક