AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોંડલમાં SMCની વિદેશી દારૂની રેડ બાદ 12 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલીથી પોલીસ બેડામાં ખળભળાટ

ગત 14 જુલાઇના રોજ ગોંડલના ગોડાઉનમાંથી 800 થી વધુ પેટી ભરેલું ટેલર પકડાયું હતું. આ દરોડાના ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે. જેમાં એલસીબીના 4 અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના 8 પોલીસ કોન્સટેબલની જિલ્લા બહાર બદલી કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ

ગોંડલમાં SMCની વિદેશી દારૂની રેડ બાદ 12 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલીથી પોલીસ બેડામાં ખળભળાટ
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 15, 2023 | 10:02 PM
Share

Rajkot:  થોડા દિવસો પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ગત 14 જુલાઇના રોજ ગોંડલના ગુંદાળા ગામે આવેલા રિદ્ધિ સિદ્ધિ નામના ગોડાઉનમાંથી 800 થી વધુ પેટી ભરેલું ટેલર પકડાયું હતું. આ દરોડાના ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે. રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્રારા આ ઘટનાની ગંભીરતાને જોતા એલસીબીના 4 અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના 8 પોલીસ કોન્સટેબલની જિલ્લા બહાર બદલી કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

12 કર્મચારીઓની સામુહિક બદલી

• અજીતસિંહ ગંભીર ગોંડલ તાલુકામાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી

• ગિરિરાજસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી જામનગર જિલ્લામાં બદલી

• રાજેશભાઈ તાવીયા ગોંડલ તાલુકામાંથી દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં બદલી

• રવિભાઈ ચાવડા ગોંડલ તાલુકામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલી

• શક્તિસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી જામનગર જિલ્લામાં બદલી

• વિરેન્દ્રસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી જામનગર બદલી

• અમરદીપસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી સુરેન્દ્રનગર બદલી

• વિશ્વજીતસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી સુરેન્દ્રનગર બદલી

• વાસુદેવસિંહ જાડેજા LCB બ્રાન્ચમાંથી દેવભૂમિ દ્વારકા બદલી

• નરેન્દ્રસિંહ રાણા LCB બ્રાન્ચમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી

• જયંતિ મજેઠીયા LCB બ્રાન્ચમાંથી જામનગર જિલ્લામાં બદલી

• અમુભાઈ વિરડા LCB બ્રાન્ચમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલી

ગોંડલમાં SMCની એક મહિનામાં બે મોટી કાર્યવાહી

રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં SMC દ્રારા એક જ મહિનામાં બે મોટા દરોડા કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં SMC દ્રારા 4 જેટલા દરોડા કરવામાં આવ્યા છે જેમાં…

  • 7  ફેબ્રુઆરી કમઢિયા ગામે દેશી દારૂની ભઠ્ઠી
  • 23 જૂન બિલીયાળામાં વિદેશી દારૂનો જથ્થો
  • 14 જુલાઇ ગુંદાળા ગામમાં વિદેશી દારૂનો જથ્થો

અગાઉ પણ બીલિયાળામાંથી પકડાયેલા દારૂના જથ્થાના પગલે રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ ઘટનામાં તમામ કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરવા આદેશ અપાયા છે.

આ પણ વાંચો : ચોરીના આરોપમાં પોલીસે ઢોર માર મારતા વૃદ્ધનું મોત થયુ હોવાનો આક્ષેપ, મોં માં બંદુક મુકીને ગુનો કબુલવા દબાણ કરવાનો આરોપ

રાજકોટ રેન્જ આઇજી દ્રારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને પગલે જિલ્લા બહાર બદલી કરાયેલા તમામ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવા આદેશ કરાયો છે.જો કે સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે આ દરોડાના હજુ ઘેરા પ્રત્યાધાતો પડી શકે છે અને કોન્સટેબલ બાદ ઉચ્ચ અધિકારીઓ પર પણ કાર્યવાહી થઇ શકે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">