AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી એકવાર આંધળી શ્રદ્ધા! 10 મહિનાની બાળકીને શરદી થતા માતા-પિતા તાંત્રિક પાસે લઇ ગયા, બાળકીને અપાયા ડામ, જૂઓ Video

રાજકોટમાં અંધશ્રદ્ધામાં ઓળઘોળ પરિવારે પોતાના જ માસુમ સાથે અત્યાચાર કર્યો છે. અંધશ્રદ્ધાની ઘટના ફરી રાજકોટમાંથી સામે આવી છે. બાળકીને શરદી અને ઉધરસની તકલીફ હતી, પરંતુ માતા-પિતા તબીબ પાસે જવાને બદલે તાંત્રિક પાસે પહોંચી ગયા હતા.

ફરી એકવાર આંધળી શ્રદ્ધા! 10 મહિનાની બાળકીને શરદી થતા માતા-પિતા તાંત્રિક પાસે લઇ ગયા, બાળકીને અપાયા ડામ, જૂઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 2:32 PM
Share

Rajkot : આપણે 21 મી સદીમાં જીવી રહ્યા છીએ. છતા હજુ પણ જુની પુરાણી અંધશ્રદ્ધાઓ (Superstition) હજુ પણ જાણે સદીઓ સુધી ન જવાની હોય તેવુ લાગી રહ્યુ છે. અંધશ્રદ્ધાની વધુ એક ઘટના સામે આવી છે. ફરી એક વાર માતા-પિતાની અધશ્રદ્ધાનો ભોગ એક માસુમને બનવુ પડ્યુ છે. રાજકોટમાં ફરી એક માસુમને વગર વાંકે ડામ અપાયા છે. રાજકોટમાં 10 જ મહિનાની બાળકીના પેટ પર ડામ અપાયા હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો-અરે બાપ રે ! પત્નીને ઝેરી સાપ કરડ્યો તો પતિ સાપ સાથે જ પત્નીને લઇને હોસ્પિટલ દોડ્યો, જૂઓ Video

ગરમ સોય કરીને પેટના ભાગે ડામ અપાયા

રાજકોટમાં અંધશ્રદ્ધામાં ઓળઘોળ પરિવારે પોતાના જ માસુમ સાથે અત્યાચાર કર્યો છે. અંધશ્રદ્ધાની ઘટના ફરી રાજકોટમાંથી સામે આવી છે. બાળકીને શરદી અને ઉધરસની તકલીફ હતી, પરંતુ માતા-પિતા તબીબ પાસે જવાને બદલે તાંત્રિક પાસે પહોંચી ગયા હતા. આ માસુમ બાળકી સુરેન્દ્રનગરના વડગામની છે. જ્યાં તેના માતા-પિતા દવા કરવાને બદલે સિકોતર માતાજીના મંદિરે લઈ ગયા હતા. અહીં તેને ગરમ સોય કરીને પેટના ભાગે ડામ અપાયા. બીમારી તો દૂર ન થઈ, પરંતુ બાળકીની સ્થિતિ બગડી ગઈ હતી. જો કે સૌથી પહેલા જ્યાં જવાનું હતું, તે હોસ્પિટલમાં પરિવાર અંતે પહોંચ્યો હતો. હાલ બાળકીને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાઈ છે.

આર્થિક સંકડામણના કારણે ન કરી શક્યા દવા

જો કે વાત આટલેથી અટકતી નથી. માત્ર અંધશ્રદ્ધા નહીં, પણ આર્થિક સંકડામણ પણ પરિવારના અંધશ્રદ્ધા પાછળ દોડવાનું કારણભૂત છે. જે બાળકીને ડામ અપાયા તેના પિતાએ કહ્યું કે, તેને અમે શરદી-ઉધરસની દવા કરાવવા આવ્યા હતા, પરંતુ ખર્ચો પોસાય તેમ ન હતો. જેથી દસાડા તાલુકાના મંદિરે ગયા હતા. જ્યાં વૃદ્ધાએ બાળકી સાજી થશે તેમ કહીને ડામ આપ્યા હતા. માસુમની તબિયત હવે સ્થિર છે, પરંતુ આ ઘટનાને અનેક સવાલો ઉઠાવ્યા છે. સવાલ એ થાય છે કે હજુ પણ લોકો આવી માન્યતામાં જીવે છે ?

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">