Rajkot Fire Accident : વર્તમાન PI હિરપરાએ કર્યુ હતુ TRP ગેમઝોનનુ લાયસન્સ રિન્યુ, Videoમાં જુઓ લાયસન્સની કૉપી સહિતના પુરાવા

|

Jun 02, 2024 | 11:39 AM

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં દિવસે દિવસે ચોંકાવનારા ખુલાસા થતા રહે છે. ત્યારે ફરી એક વાર અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો થયો છે. TRP ગેમઝોન અલગ અલગ વિભાગોના હેઠળ આવતુ હોવા છતા આ દુર્ઘટના બનતા તમામ વિભાગોની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. TV9 ગુજરાતી લાયસન્સની કોપી સહિતના પુરાવા લઈને આવ્યુ છે.

Rajkot Fire Accident :  વર્તમાન PI હિરપરાએ કર્યુ હતુ TRP ગેમઝોનનુ લાયસન્સ રિન્યુ, Videoમાં જુઓ લાયસન્સની કૉપી સહિતના પુરાવા

Follow us on

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં દિવસે દિવસે ચોંકાવનારા ખુલાસા થતા રહે છે. ત્યારે ફરી એક વાર અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો થયો છે. TRP ગેમઝોન અલગ અલગ વિભાગોના હેઠળ આવતુ હોવા છતા આ દુર્ઘટના બનતા તમામ વિભાગોની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

TRP ગેમઝોન માર્ગ મકાન વિભાગ, મનપા TPO શાખા, ફાયર વિભાગ તેમજ પોલીસ વિભાગમાં આવતુ હતુ. પ્રાપ્તી માહિતી અનુસાર વર્તમાન PI ડી.એમ. હિરપરાએ લાયસન્સ ઈસ્યુ કર્યુ હતુ. TV9 ગુજરાતી લાયસન્સની કોપી સહિતના પુરાવા લઈને આવ્યુ છે. TRP ગેમ ઝોનના સંચાલક ધવલ ઠક્કરે 1 જાન્યુઆરીએ લાયસન્સ રીન્યુ કરવા માટે અરજી કરી હતી.

Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ

પોલીસ અધિકારીઓની થાય છે માત્ર પુછપરછ !

મળતી વિગત અનુસાર PI હિરપરાએ જ આ લાયસન્સ રીન્યુ કરી હતી. PI હિરપરાએ ધવલ કોર્પોરેશનના નામે લાયસન્સ ઈસ્યુ કર્યુ છે. PI હિરપરા સામે પગલાં ન લેવાતા ઉઠ્યા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે ટીકિટ બુક કરાવાના લાયસન્સને દર વર્ષે રીન્યુ કરાવાનું હોય છે. દર વર્ષે અલગ અલગ PI દ્વારા આ લાયસન્સ રિન્યુ કરવાનો અભિગમ હોય છે.

આ અગાઉ લાયસન્સ રીન્યુ કરનાર PI ધોળા અને PI વણઝારાની પુછપરછ કરવામાં આવી હતી. પરંતુ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જો કે અન્ય વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ શા માટે પોલીસ વિભાગના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં નથી આવી તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.

TRP ગેમઝોનનું સ્ટ્રકચર અંગે પણ થયો ખુલાસો

રાજકોટ TRP ગેમઝોનના સ્ટ્રકચર અંગે પણ મોટો ખુલાસો થયો છે. TRP ગેમઝોનનું સ્ટ્રકચર બનાવામાં મુખ્ય રોલ રાહુલ રાઠોડનો હોવાનું સામે આવ્યું છે. રાહુલ રાઠોડ અને તેનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે જોડાયેલો છે.

રાહુલ રાઠોડ અને અન્ય માણસોએ સાથે મળીને ગેમઝોનનું સ્ટ્રકચર બનાવ્યું હતું. ગેમઝોનના સ્ટ્રકચરમાં મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમનો ઉપયોગ થયાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.પોલીસ દ્વારા FSL રિપોર્ટની જોવાઇની રાહ જોવાઈ રહી છે. લોખંડ કરતા એલ્યુમિનિયમ સહેલાઈથી પીગળી જાય છે. જો કે હાલમાં રાહુલ રાઠોડ પોલીસ કસ્ટડીમાં છે.

( વીથ ઈનપુટ – રોનક મજીઠિયા, રાજકોટ)

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ અને  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:35 am, Sun, 2 June 24

Next Article