Rajkot : પ્રદુષણ ફેલાવતી પરાલીનો નિકાલ કરવા કેન્દ્ર સરકાર કરી રહી છે આ પ્રકારની વ્યવસ્થા, કેન્દ્રીય મંત્રીએ આપ્યા સંકેત
રૂપાલાએ વધુમાં કહ્યું હતુ કે મોટાભાગે પંજાબ અને હરિયાણામાં પરાલીને સળગાવવામાં આવે છે. જેના કારણે દિલ્હીમાં પ્રદૂષણ પહોંચે છે.આ પ્રદૂષણ અટકે તે માટે કેન્દ્ર સરકાર ચિંતિત છે અને ખેડૂતોની પરાલીનો યોગ્ય નિકાલ થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Rajkot : જન આર્શિવાદ યાત્રામાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોતમ રૂપાલાએ પ્રદુષણ ફેલાવતી પરાલીના નિકાલ માટે ખાસ વ્યવસ્થા કરી છે, ઘઉં અને ડાંગરનો પાક લીધા બાદ તેની પરાલીને સળગાવી દેવામાં આવે છે જેના કારણે પ્રદૂષણ થાય છે. પરંતુ હવે આ પરાલીનો પશુઓના આહાર માટે ઉપયોગ થાય તે માટે કેન્દ્ર સરકારે ખાસ કમિટીની રચના કરી છે. આ કમિટી દ્વારા પરાલીને ઘાસચારામાં ઉપયોગ લેવાથી લઇને તેને રેલવે મારફતે દેશના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવા સુઘીની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું પરષોતમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું.
પંજાબ-હરિયાણામાં પરાલી સળગાવતા દિલ્હીમાં થાય છે પ્રદૂષણ
રૂપાલાએ વધુમાં કહ્યું હતુ કે મોટાભાગે પંજાબ અને હરિયાણામાં પરાલીને સળગાવવામાં આવે છે. જેના કારણે દિલ્હીમાં પ્રદૂષણ પહોંચે છે.આ પ્રદૂષણ અટકે તે માટે કેન્દ્ર સરકાર ચિંતિત છે અને ખેડૂતોની પરાલીનો યોગ્ય નિકાલ થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
કમિટીમાં કૃષિ,પશુપાલન, રેલવે વિભાગનો સમાવેશ કરાયો
કેન્દ્ર સરકાર દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે. તેમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલય, પશુપાલન વિભાગ અને રેલવે વિભાગનો સમાવેશ કરાયો છે. જેમના દ્વારા કૃષિ વિભાગ ખેડૂતોને વિશ્વાસમાં લઇને તેની પરાલીનો નિકાલ કરવામાં આવશે. પશુપાલન વિભાગ રેલવે સાથે સંકલન કરીને જે રાજ્યમાં જરૂરિયાત હોય ત્યાં પહોંચાડવામાં આવશે. આ કમિટી હાલ સર્વે કરી રહી છે અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જ્યારે ખેડૂતોનો પાક આવી જશે ત્યારે આ કમિટી દ્વારા યોગ્ય આયોજન કરી દેવામાં આવશે.
ગુજરાતમાં ઘઉં અને ડાંગરની પરાલી
ગુજરાતમાં મોટાભાગે ઘઉં અને ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે છે જેથી તેની પરાલી આવે છે. પશુઓ ઘઉંની પરાલીનો ચારા તરીકે આરોગે છે અને ડાંગરની પરાલીની ગુણવત્તા નબળી છે.પરષોતમ રૂપાલાએ દાવો કર્યો હતો કે જ્યારે દુષ્કાળની સ્થિતિ અથવા વરસાદ ખેંચાય ત્યારે આ પરાલીનો ઉપયોગ કરી શકાય છે.
રાજ્યમાં વરસાદ ખેંચાતા પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરાઇ કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું હતુ કે હાલમાં રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. ત્યારે પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.સ્થાનિક કક્ષાએ જળસ્ત્રોત ઉભા કરીને પશુઓને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Vadodara : ડભોઈની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર મુખ્ય આરોપી ઝડપાયો
આ પણ વાંચો : OMG : આ ગામમાં ભાઈઓએ 300 વર્ષથી બહેનો પાસે રાખડી બંધાવી નથી, જાણો શું છે કારણ