Vadodara : ડભોઈની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર મુખ્ય આરોપી ઝડપાયો

Vadodara : ડભોઈની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર મુખ્ય આરોપી ઝડપાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 12:00 PM

ડભોઈથી નોકરીની શોધમાં આવેલી સગીરા સાથે દુષ્કર્મની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ ખાંખરિયા કેનાલ નજીક સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હોવાના આરોપમા સાવલી પોલીસે સુઓમોટો લઇ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે

Vadodara : ડભોઈથી નોકરીની શોધમાં આવેલી સગીરા સાથે દુષ્કર્મની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ ખાંખરિયા કેનાલ નજીક સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હોવાના આરોપમા સાવલી પોલીસે સુઓમોટો લઇ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે. સાવલી પોલીસે ફરાર થઇ ગયેલા આરોપીને હોમગાર્ડ અનિલ ગોહિલને ઝડપી પાડ્યો છે. દુષ્કર્મ મામલે મુખ્ય આરોપી અનિલ ગોહિલના અન્ય એક મિત્ર અને બે GRD કર્મચારીઓની પણ ધરપકડ કરી લેવાઇ છે.

ફરિયાદ મુજબ સગીરા પ્રેમી સાથે કેનાલ પાસે બેઠી હતી ત્યારે હોમગાર્ડ અનિલ દ્વારા તેની કારમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા સાથે બેઠેલ યુવક વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની ધમકી આપી 10 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી. યુવક જ્યારે ATMમાં રૂપિયા ઉપાડવા ગયો ત્યારે દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટના સાવલી PSIના ધ્યાને આવતા તેમણે સગીરાના પરિવારનો સંપર્ક કરી ગુનો દાખલ કર્યો હતો. અને હવે આરોપીને ઝડપી પાડ્યો છે.

સાવલી PSI ને ઘટનાની જાણ થતાં સુઓમોટો લઇ સગીરાના પરિવારનો સંપર્ક કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાવલી પોલીસે એક ગાર્ડ  અને અન્ય બે GRD વિરુદ્ધ દુષ્કર્મ તથા ખંડણીની કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે. ત્રણ GRD સાવલી પોલીસની પકડમાં આ અગાઉ આવી ગયા હતા. જયારે આખરે મુખ્ય આરોપી પણ પોલીસની ઝપેટમાં આવી ગયો છે. ત્યારે હવે આ કેસમાં નવા પોલીસ શું ખુલાસા કરે છે તેની રાહ જોવી રહીં.

g clip-path="url(#clip0_868_265)">