108 ના સ્ટાફની કાબિલ-એ-તારીફ ઇમાનદારી : અકસ્માતમાં ઇજાગ્રસ્ત દર્દીના આટલા રૂપિયા પરિવારને કર્યા પરત
Rajkot: 108 ના સ્ટાફની કાબિલ-એ-તારીફ ઇમાનદારી સામે આવી છે. આ કર્મચારીઓ લોકોના જીવ તો બચાવતા જ હોય છે પરંતુ સાથે સાથે નૈતિક મુલ્યો સાથે કેવી રીતે સમાજને કામ આવે છે ચાલો જાણીએ.
108 એમ્બ્યુલન્સ ઇમરજન્સીમાં દર્દીઓને જીવતદાન પુરૂ પાડે છે તેની સાથે સાથે એક કર્મચારીએ ઇમાનદારીનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. 108 ના પાયલોટ અને સ્ટાફે માનવતાનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાત જાણે એમ છે કે પાયલોટ અને સ્ટાફે અકસ્માતમાં ઇજાગ્રસ્ત દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ દરમિયાન તેની પાસેથી મોબાઈલ અને 70 હજાર રૂપિયા મળ્યા હતા. જે તેઓએ સાચવણીને રાખી દીહાં અને દર્દીના પરિવાર જનને પરત આપ્યા હતા. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં 108 ના સ્ટાફને 5 ઓક્ટોબરે સવારે 7:55 કલાકે કોલ આવ્યો કે ખરચિયાજામ ગામ પાસે એમ.એમ.યાર્નના ગેટ પાસે અકસ્માત થયો છે.
અકસ્માતનો મળ્યો હતો કોલ
કોલ મળતા જ 108 તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થળ પર તપાસ કરતા 22 વર્ષના ઘાયલ બાઈક ચાલક પરેશભાઈ બાબુભાઇ ડાભીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકના કાનમાંથી લોહી નીકળતું હતું તેમજ હાથમાં ફેક્ચર થયેલ હતું. ઘાયલ પરેશભાઈને 108 ની વાનમાં ડો. ગોરધનભાઇ કટેસિયાએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જસદણ સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.
માનવતાની મહેકનુ ઉદાહરણ પૂરું પાડ્યું
108 ના સ્ટાફ ડો. ગોરધનભાઇ કટેસિયા અને પાયલોટ મનસુખભાઇ મેણીયાએ દર્દીની સારવાર દરમ્યાન તેમની પાસે રહેલ રોકડ રકમ અને મોબાઈલ સાચવીને રાખી દીધા હતાં. જે દર્દીના સગા જગાભાઈ ટપુભાઈ વાઘેલાને આપ્યા હતા. દર્દી પાસેથી મળેલ 70 હજાર રૂપિયા અને મોબાઈલ સંભાળીને પાછા આપી ફરજનિષ્ઠા સાથે ફરી એક વાર માનવતાની મહેકનુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
108ના પાયલોટની કામગીરી તંત્રએ બિરદાવી
આ ઘટના બાદ પાયલોટ અને સ્ટાફની કામગીરીને તંત્રએ બિરદાવી હતી. 108 ઇમરજન્સી સેવા દર્દીઓને માત્ર સારવાર આપવાનું જ કામ નહીં પરંતુ ટીમ દ્વારા દર્દીની માલમત્તા પરત કરી 108 ની ગરિમા વધારવાનું ઉમદા કામ પણ કરે છે. જસદણના સ્થાનિક તંત્ર અને વહીવટી વિભાગ દ્રારા બિરદાવી હતી.
આ પણ વાંચો: ASSAM : આસામના કરીમગંજમાં હેંગીંગ બ્રીજ તુટ્યો, 30 બાળકો નદીમાં પડ્યા, ત્રણ વર્ષ પહેલા તૈયાર થયો હતો બ્રીજ