AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના 12 રાજમાર્ગો પર હવે લેવાશે પાર્કિંગ ચાર્જ, રસ્તાઓ પર ચાલશે ઈલેક્ટ્રિક બસ અને રીક્ષા, જાણો આ વર્ષમાં રાજકોટમાં આવશે કેવા બદલાવ

રાજકોટ મહાનગરપાલિકાનું આજે વર્ષ 2019-20ના વર્ષનું રૂ.2057.42 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટમાં રાજકોટના લોકો પર વધારાનો રૂ.16.5 કરોડનો વેરો ઝીંકવામાં આવ્યો છે. જોકે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવેલ ડ્રાફટ બજેટનો અભ્યાસ કર્યા બાદ આવતા સપ્તાહમાં મંજૂરી આપવામાં આવશે. આજે રજૂ થયેલા ડ્રાફટ બજેટમાં નળ કનેક્શન ન હોય તેવા મિલકતધારકો પર પણ વધારાનો વોટર […]

રાજકોટના 12 રાજમાર્ગો પર હવે લેવાશે પાર્કિંગ ચાર્જ,  રસ્તાઓ પર ચાલશે ઈલેક્ટ્રિક બસ અને રીક્ષા, જાણો આ વર્ષમાં રાજકોટમાં આવશે કેવા બદલાવ
Follow Us:
Gaurav Dave
| Edited By: | Updated on: Jan 30, 2019 | 7:37 AM

રાજકોટ મહાનગરપાલિકાનું આજે વર્ષ 2019-20ના વર્ષનું રૂ.2057.42 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટમાં રાજકોટના લોકો પર વધારાનો રૂ.16.5 કરોડનો વેરો ઝીંકવામાં આવ્યો છે. જોકે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવેલ ડ્રાફટ બજેટનો અભ્યાસ કર્યા બાદ આવતા સપ્તાહમાં મંજૂરી આપવામાં આવશે.

આજે રજૂ થયેલા ડ્રાફટ બજેટમાં નળ કનેક્શન ન હોય તેવા મિલકતધારકો પર પણ વધારાનો વોટર ટેક્સ ઝીંકવામાં આવ્યો છે. ડ્રેનેજ અને કન્ઝર્વન્સી ચાર્જ ફરી લાદવામાં આવ્યા છે. રૂ.25 લાખથી વધુની કિંમતના વાહનોમાં વેરો 1.75થી 4 ટકા કરવામાં આવ્યો છે.

બજેટમાં ક્યાં શું બનશે?

કેટલી સ્પીડ પર Aeroplane ટેકઓફ કરે છે ?
Food Colour થી શું સમસ્યાઓ થઈ શકે છે?
57 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરનાર આશિષ વિદ્યાર્થીનો આવો છે પરિવાર
વસ્તી ગણતરી 2027: આ 6 સવાલો માટે થઈ જજો તૈયાર!
તમારી ઉંમર પ્રમાણે તમારે રોજ કેટલું ચાલવું?
કેલ્શિયમની ખામી દૂર થશે, રોજ ખાવાનું ચાલુ કરો આ વસ્તુઓ

– રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અન્ડરબ્રિજ – સિવિલ હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજ – કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં અન્ડરબ્રિજ – પશ્ચિમ રાજકોટમાં નવા 3126 આવાસો – નવી 90 આંગણવાડીઓનું નિર્માણ -કોઠારીયા અને ઢેબર રોડ પર નારાયણનગરમાં બે હોસ્પિટલ – પાડાસણ, અમરગઢ, બાધી, રાજગઢમાં ચાર માલધારી વસાહતો – 150 ફૂટ રિંગ રોડ પર બે ફૂટ ઓવરબ્રિજ – દસ્તુર માર્ગ, આજી ચોકડી, બીઆરટીએસ ટ્રેક પર હેપ્પી સ્ટ્રીટ – કોઠારીયા અને ભગવતીપરામાં બે નવી હાઇસ્કૂલ

Rajkot Municipal Corporation Banchhanidhi Pani

Rajkot Municipal Corporation Commissioner Banchhanidhi Pani

– દરેક ગર્લ્સ સ્કૂલમાં સેનેટરી વેન્ડિંગ મશીન – શહેરના 12 રાજમાર્ગો પર પાર્કિંગ ચાર્જ – નવી 200 ઇલેક્ટ્રીક બસની ખરીદી – નવી 100 બેટરી ઓપરેટેડ ઇ રિક્ષાની ખરીદી – સાઇકલ ખરીદી પર પ્રોત્સાહન સ્વરૂપે 1 હજારનું રિફંડ -350 કરોડના ખર્ચે સ્પોર્ટસ રેનાનું આયોજન કરવામાં આવ્યું -100 કરોડનો સર્વોત્તમ પ્રોજેકટ – 40 કરોડના ખર્ચે ઈન્ટરનેટ માટે ફાઇબર કેબલ. – રૈયા સ્મશાનને ભારતનું સૌથી શ્રેષ્ઠ સ્મશાન બનાવવામાં આવશે

2019-20ના વર્ષમાં ટેક્સનો ટાર્ગેટ

– પ્રોપર્ટી ટેક્સનો ટાર્ગેટ 300 કરોડ – જમીન વેચાણનો ટાર્ગેટ 100 કરોડ – હોર્ડિંગ આવક ટાર્ગેટ 6.50 કરોડ – એફએસઆઇ વેચાણ ટાર્ગેટ 100 કરોડ – વ્હિકલ ટેક્સ ટાર્ગેટ 19 કરોડ – શોપ લાયસન્સ ઓનલાઇન આપવા દરખાસ્ત – પ્રોફેશનલ ટેક્સ ઓનલાઇન કરવા દરખાસ્ત – ફાયર એનઓસી ઓનલાઇન આપવા દરખાસ્ત – ડિજીટલ પેમેન્ટ પર રૂ.50થી 250 સુધીનું ડિસ્કાઉન્ટ

[yop_poll id=899]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">