Braking News : રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર! જુઓ Video

| Edited By: | Updated on: May 19, 2026 | 2:55 PM

ગુજરાત સહિત સમગ્ર દેશના પેટ્રોલ પંપો પર ફ્યુઅલ માટે મોટી લાઈનો જોવા મળી રહી છે. આ લાઈનો ઇંધણની અછત અને ભાવ વધારાની અફવાઓના કારણે જોવા મળી રહી છે. તેમાં આજે (19મે) રાજકોટના જસદણના પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈનો જોવા મળી.

રાજકોટ પાસે આવેલા જસદણના પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે લાઈનો જોવા મળી છે. પ્લાસ્ટિકના કેરબા અને ડ્રમ લઈને ડીઝલ લેવા માટે ખેડૂતો પહોંચ્યા હતા. બાયપાસ રોડ પર આવેલ સોજીત્રા પેટ્રોલ પંપ પર લાઈનો લાગી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ પર ઉમટેલા જોવા મળ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતું ડીઝલ ન મળતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ત્રણ દિવસથી ખેડૂતો ડીઝલ માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ડીઝલ ન મળતા ખેડૂતોને ખેતીની કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકોના ખિસ્સા પર અસર

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ બજારને પરેશાન કરી રહ્યા છે. આનાથી આગામી દિવસોમાં સામાન્ય લોકોના ખિસ્સા પર અસર પડી શકે છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ ભારત જેવા આયાત-નિર્ભર દેશો પર સીધી અસર કરે છે. જેના કારણે ખર્ચમાં વધારો કરવો પડે છે. જો રૂપિયો વધુ નબળો પડે તો ક્રૂડ ઓઇલની આયાતનો ખર્ચ ઝડપથી વધી શકે છે.

આ પણ વાંચો, Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ! જાણીતી પિઝ્ઝા શોપ સહિત 6 નમૂના ફેલ

Follow Us