Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ! જાણીતી પિઝ્ઝા શોપ સહિત 6 નમૂના ફેલ
સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરની વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ અને ડેરી ફાર્મ્સમાં કરાયેલા ચેકિંગ દરમિયાન લેવામાં આવેલા 6 નમૂનાઓ ફેલ જાહેર થયા છે. આ કાર્યવાહી દરમિયાન પનીર અને ચીઝમાં ગુણવત્તાની ગંભીર ખામીઓ સામે આવી છે.

ડેરી પ્રોડક્ટમાં ભેળસેળ કરવામાં આવી હતી
માહિતી અનુસાર બામરોલીની હિંગરાજ ડેરી તેમજ સીટી લાઈટ વિસ્તારમાં આવેલી ટ્રોનિટો પિઝ્ઝામાંથી લેવામાં આવેલા પનીર અને ચીઝના નમૂનાઓમાં બીટા-સીટોસ્ટેરોલ નામના તત્વની હાજરી મળી આવી હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ તત્વ વનસ્પતિ ચરબી તરફ સંકેત આપે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ડેરી પ્રોડક્ટમાં ભેળસેળ કરવામાં આવી હતી.
ચીઝ આધારિત ફૂડનું વધતું સેવન ચિંતાનો વિષય
ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે ગંભીર હાનિકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં પિઝ્ઝા અને ચીઝ આધારિત ફૂડનું વધતું સેવન ચિંતાનો વિષય બની રહ્યું છે.
મનપા અને ફૂડ વિભાગે હવે ભેળસેળિયા વેપારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. સંબંધિત સંસ્થાઓને નોટિસ પાઠવવાની સાથે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરાશે. શહેરમાં ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે તે માટે આગામી દિવસોમાં વધુ ચેકિંગ હાથ ધરાશે તેવી માહિતી પણ આપવામાં આવી છે.