રાજકોટ : ઉપલેટાના માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીના પાકની આવક બંધ કરાઇ, માવઠાની આગાહીને પગલે લેવાયો નિર્ણય

જો વધુ આવક થાય અને ખેડૂતોની જણસ ખુલ્લામાં રાખવામાં આવે તો માવઠામાં પલળી જવાની ભીતિ રહેલી છે. જેથી માર્કેટ યાર્ડના સત્તાધીશોએ અગમચેતી દાખવી છે.

રાજકોટના ઉપલેટામાં આવેલા ગાંધી માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી સહિતના પાકની આવક બંધ કરાઈ છે. માવઠાની આગાહીને પગલે યાર્ડમાં જણસની આવક બંધ કરાઈ છે. ઉપલેટા માર્કેટ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં કપાસ અને મગફળીની આવક થઈ રહી હતી. પણ હવે જણસ રાખવાની જગ્યા ન હોવાના કારણે નવી આવક બંધ કરવામાં આવી છે.

જો વધુ આવક થાય અને ખેડૂતોની જણસ ખુલ્લામાં રાખવામાં આવે તો માવઠામાં પલળી જવાની ભીતિ રહેલી છે. જેથી માર્કેટ યાર્ડના સત્તાધીશોએ અગમચેતી દાખવી છે. ઉપલેટા યાર્ડના સેક્રેટરી રાજ ઘોડાસરે ખેડૂતોને અપીલ કરી છે કે હાલ તેઓ મગફળી લઈને માર્કેટ યાર્ડમાં ન આવે. ખેડૂતો પોતાના ઘરે અથવા ગોડાઉનમાં પોતાનો પાક સાચવીને રાખે.

નોંધનીય છેકે હવામાન વિભાગે 3 દિવસ રાજયમાં માવઠાની આગાહી કરી છે. ત્યારે રાજકોટમાં માવઠું પડે તો ખેડૂતની હાલત કફોડી બને તેવી શકયતા સેવાઇ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળી ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા છે. જો આજે વરસાદ આવે તો કપાસ અને મગફળી પલળે તેવી સ્થિતિ ઉદભવી રહી છે. જેથી કપાસ અને મગફળી ન પલળે તે માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

આ પણ વાંચો : Stock Update : શેરબજારમાં મજબૂત સ્થિતિ વચ્ચે આ સ્ટોક્સ રોકાણકારોને બનાવી શકે છે માલામાલ, કરો એક નજર

આ પણ વાંચો : IPL 2022 Retention SRH Players: કેપ્ટન કેન વિલિયમસનને જાળવવા સાથે આ જબરદસ્ત ખેલાડીઓને રિટેન કરશે!

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati